Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 79
________________ સપ્તમ અધ્યાય મુક્તાત્માનું સ્વરૂપ कर्मबन्धनविध्वंसादूर्ध्वव्रज्यास्वभावतः। क्षणेनैकेन मुक्तात्मा जगच्चूडानमृच्छति ॥१॥२३१॥ કર્મબંધનનો વિવંસ થવાથી ઊર્ધ્વગમન એ આત્માનો સ્વભાવ હોવાના કારણે એક જ ક્ષણમાં મુક્તાત્મા લોકશિખરના અગ્રભાગે પહોંચે છે. તે ૧ ૨૩૧ | पुंसः संहार-विस्तारौ संसारे कर्मनिर्मितौ। मुक्तौ तु तस्य तौ नस्तः क्षयात्तद्धेतुकर्मणाम् ॥२॥२३२॥ સંસારદશામાં આત્માના પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર કર્મકૃત (કમહેતુક) છે. મુક્તિમાં તે બે નથી, કારણકે તે બેના હેતુભૂત જે કર્મ તેનો ત્યાં ક્ષય થઈ ગયેલ હોય છે. તે ૨ / ૨૩ર / ततः सोऽनन्तरत्यक्तस्वशरीरप्रमाणतः।। किञ्चिदूनस्तदाकारस्तत्रास्ते स्वगुणात्मकः ॥३॥२३३॥ તેથી મુક્તિમાં તે (આત્મા) ચરમભવમાં છોડેલ શરીરના પ્રમાણથી કાંઈક ન્યૂન એવા તે જ શરીરના આકારવાળો અને નિજગુણરૂપ હોય છે. તે ૩ મે ૨૩૩ स्वरूपावस्थितिः पुंसस्तदा प्रक्षीणकर्मणः। नाभावो नाप्यचैतन्यं न चैतन्यमनर्थकम् ॥४॥२३४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102