Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 70
________________ ૫૪ અધ્યાય દ્રવ્યરૂપે સદા રહેલા છે. તો પછી વિદ્યમાન એવા એ પર્યાયનું ધ્યાન કરવામાં બ્રાન્તિ શી ? ॥ ૧૦-૧૧ ॥ ૧૯૨-૧૯૩ ॥ किञ्च भ्रान्तं यदीदं स्यात् तदा नातः फलोदयः । न हि मिथ्या जलाजातु विच्छित्तिर्जायते तृषः ॥ १२ ॥ १९४ ॥ प्रादुर्भवन्ति चामुष्मात् फलानि ध्यानवर्त्तिनाम् । धारणावशतः शान्तक्रूर रूपाण्यनेकधा ॥ १३ ॥ १९५ ॥ જો આ ધ્યાનને ભ્રાન્ત માનવામાં આવે તો, જેમ કલ્પિત જલથી તૃષાનો નાશ કદાપિ ન જ થાય, તેવી રીતે એ ધ્યાનથી લપ્રાપ્તિ ન થવી જોઈએ. કિન્તુ એથી ધ્યાનીઓને ધારણાના ખળે શાંત અને ક્રૂરરૂપ અનેક પ્રકારના ફ્લોની પ્રાપ્તિ થતી દેખાય છે. એથી આત્માનું અહૂપે ધ્યાન કરવું તે ભ્રાન્તિ નથી. ॥ ૧૨-૧૩ ૫ ૧૯૪–૧૯૫ ॥ ' ૫૩ गुरूपदेशमासाद्य ध्यायमानः समाहितैः । अनन्तशक्तिरात्माऽयं मुक्तिं भुक्तिं च यच्छति ॥ १४ ॥ १९६ ॥ શ્રી સદ્ગુરુના ઉપદેશને પ્રાપ્ત કરીને સમાહિત યોગીઓ વડે ધ્યાયમાન એવો આ અનંતશક્તિશાળી આત્મા મુક્તિ અને ભુક્તિને આપે છે. ૧૪ ॥ ૧૯૬ ॥ ध्यातोर्हत्सिद्धरूपेण चरमाङ्गस्य मुक्तये । तद्धयानोपात्तपुण्यस्य स एवान्यस्य भुक्तये ॥ १५ ॥ १९७ ॥ અર્જુન્ત અથવા સિદ્ધરૂપે જેનું ધ્યાન કરાયું છે એવો આ આત્મા ચરમશરીરીની મુક્તિ માટે થાય છે, અથવા તે ધ્યાન વડે પ્રાપ્ત કર્યું છે પુણ્ય જેણે એવા અન્ય (અચરમશરીરી)ની ભુક્તિ માટે થાય છે. ॥ ૧૫ ૫ ૧૯૭ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102