________________
તન્હાનુશાસન એવી શંકા ન કરવી, કારણ કે અમે અમારા આત્માની ભાવઅરિહંતરૂપે અર્પણ (ચિંતવના) કરીએ છીએ. અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે નોઆગમથી ભાવઅરિહંત છે. તેથી “અતમાં તથ્રહરૂપ બ્રાન્તિ નથી કિંતુ “તત્ માં (તેમાં) જ “તતુની (તેની) યથાર્થ માન્યતા છે.
જે (અરિહંતાદિ) ભાવ વડે આત્મા પરિણમે છે તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તન્મય (અરિહંતાદિમય) બને છે; તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે (અરિહંતભાવ) થકી પોતે જ ભાવઅરિહંત થાય છે. ઉપાધિસહિત એવા સ્ફટિકરત્નની જેમ આત્મજ્ઞ પુરુષ જે (અરિહંતાદિ) ભાવવડે જે (અરિહંતાદિ) રૂપે આત્માનું ધ્યાન કરે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તન્મયતા (તદ્ભાવરૂપતા)ને પામે છે. (અર્થાત્ જેમ સ્ફટિકમણિ સામે રહેલી વસ્તુનું રૂપ ધારણ કરે છે, તેમ આત્મા પણ દયાન વડે દયેયમય બને છે.) . ૭-૯ કે ૧૮૯-૧૯૧ .
પ્રકારતરે સમાધાન अथवा भाविनो भूताः स्वपर्यायास्तदात्मकाः। आसते द्रव्यरूपेण सर्वद्रव्येषु सर्वदा ॥ १०॥ १९२॥ ततोऽयमहत्पर्यायो भावी द्रव्यात्मना सदा । भव्येष्वास्ते सतश्चास्य ध्याने को नाम विभ्रमः ॥११॥१९३॥
અથવા સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મક એવા ભૂત અને ભવિષ્યના સ્વપર્યાયો દ્રવ્યરૂપે સદા રહે છે. (અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં તેના ભૂતભાવિ સર્વ પર્યાયો વર્તમાનમાં દ્રવ્યરૂપે રહેલા છે; તેથી સર્વ ભવ્યોમાં ભવિષ્યમાં થનારા એવા “અહમ્ પર્યાય (કેલિપર્યાય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org