________________
ષષ્ઠ અયાય
૫૫
યથોચિત રીતે સકલીકરણ વિધાન દ્વારા શરીરને સુરક્ષિત કરનાર; મહામુદ્રા, મહામંત્ર અને મહામન્ડલનો આશ્રય કરનાર અને તૈજસી વગેરે ધારણુઓને ધારણ કરતો એવો માંત્રિક (સ્વયં) પાર્શ્વનાથ થઈને (શ્રી પાર્શ્વનાથનું અભેદ ધ્યાન કરીને) મોટા મોટા ગ્રહોનો પણ તરત જ નિગ્રહ વગેરે કરે છે. . ૧૯-૨૦ મે ૨૦૧–૨૦૨
स्वयमाखण्डलो भूत्वा महामण्डलमध्यगः। किरीटकुण्डली वज्री पीतभूषाम्बरादिकः ॥२१॥२०३॥ कुम्भकीस्तम्भमुद्राधस्तम्भनं मन्त्रमुच्चरन् । स्तम्भकार्याणि सर्वाणि करोत्येकानमानसः ॥२२॥२०४॥
મુકુટ, કુંડલ વગેરે પહેરેલ, હાથમાં વજ ધારણ કરેલ, અને પીત વસ્ત્ર તથા અલંકારોથી શોભતા એવા ઇન્દ્ર જેવો તે બને છે અને મહામંડલના મધ્યભાગમાં રહીને તથા કુંભક પ્રાણાયામ, સ્તંભનમુદ્રા વગેરે કરીને સ્તંભન-મંત્રને એકાગ્ર મનથી ઉચ્ચારતો તે સર્વ સ્તંભન કાર્યો કરે છે. આ ૨૧-૨૨ા ૨૦૩-૨૦૪
स स्वयं गरूडीभूय क्ष्वेडं क्षपयति क्षणात् । कन्दर्पश्च स्वयं भूत्वा जगन्नयति वश्यताम् ॥ २३ ॥२०५॥
તે સ્વયં ગરૂડ થઈને ક્ષણમાત્રમાં વિષને હરે છે, તથા સ્વયં કામદેવ બનીને જગતને વશ કરે છે. આ ૨૩ ૨૦૫ ૨
एवं वैश्वानरो भूत्वा ज्वलज्ज्वालाशताकुलः। शीतज्वरं हरत्याशु व्याप्य ज्वालाभिरातुरम् ॥२४॥२०६॥
એવી જ રીતે જેમાંથી સંકડો જાજવલ્યમાન જવાળાઓ નીકળી રહી છે એવા અગ્નિરૂપ બનીને પોતાની જ્વાલાઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org