________________
દ્વિતીય અધ્યાય
૧૩
ધ્યાન યોગમાં ઉદ્યમશીલ, સત્ત્વશાળી અને અશુભ લેહ્યાઓ તથા ભાવનાઓથી રહિત એવો યાતા ધર્મધ્યાનને માટે યોગ્ય મનાયો છે. જે ૯-૧૩ ૪૧-૪૫ /
ધર્મધ્યાનના સ્વામી अप्रमत्तः प्रमत्तश्च सदृष्टिदेशसंयतः । धर्मध्यानस्य चत्वारस्तत्त्वार्थे स्वामिनः स्मृताः ॥१४॥४६॥
ગુણસ્થાનકની અપેક્ષાએ શ્રી તસ્વાર્થાધિગમસૂત્રમાં અપ્રમત્ત, પ્રમત્ત, દેશવિરત અને અવિરત સમ્યગ્દષ્ટિ એ ચારને ધર્મધ્યાનના સ્વામી કહ્યા છે. / ૧૪ i ૪૬
मुख्योपचारभेदेन, धर्मध्यानमिह द्विधा । अप्रमत्तेषु तन्मुख्यमितरेष्वौपचारिकम् ॥१५॥४७॥
અહીં મુખ્ય અને ઉપચાર એ બે ભેદથી ધર્મધ્યાન બે પ્રકારે છે, તેમાં અપ્રમત્ત મુનિઓને તે મુખ્ય (નિશ્ચયથી) હોય છે અને તે સિવાયના (પ્રમત્ત ગુણસ્થાનક સુધીના) જીવોને તે ઉપચાર (વ્યવહાર)થી હોય છે . ૧૫ ૪૭ n
ધ્યાતા અને ધ્યાનના પ્રકાર द्रव्यक्षेत्रादिसामग्री, ध्यानोत्पत्तौ यतस्त्रिधा। ध्यातारस्त्रिविधास्तस्मात्, तेषां ध्यानान्यपि त्रिधा ॥१६॥४८॥
ધ્યાનની ઉત્પત્તિમાં (પ્રાપ્તિમાં) કારણભૂત દ્રવ્ય, ક્ષેત્ર વગેરે સામગ્રી (ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ) ત્રણ પ્રકારની હોવાથી ધ્યાન કરનારા ત્રણ પ્રકારના હોય છે, તેથી તેઓનાં ધ્યાનો પણ ત્રણ પ્રકારનાં હોય છે ૧૬ . ૪૮ in
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org