________________
પંચમ અધ્યાય
૪૪
હું અચેતન થતો નથી, હું અચેતન પણ નથી, હું જ્ઞાનસ્વરૂપ છું, મારું કોઈ પણ નથી, હું પણ કોઈનો નથી.
અહીં પૂર્વે મને શરીરની સાથે જે સ્વામિસંબંધ (શરીર એ મારું સ્વ, અને હું એનો સ્વામી એવો સંબંધ હતો અને જે તેની સાથેના મારા) એકત્વનો (“શરીર તે હું છું” એવો ભ્રમ હતો, તે પણ પર (કર્મ)ના કારણે હતો; સ્વરૂપથી નહીં.
હવે અહીં જીવાદિ દ્રવ્યોના યથાર્થ જ્ઞાનરૂ૫ આત્માને આત્માવડે આત્મામાં જતો હું પર વસ્તુઓને વિષે ઉદાસીન છું.
હું સત્ દ્રવ્ય છું, હું ચેતન છું, જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સદા પણ ઉદાસીન છું, પોતે ઉપાર્જલા દેહના આકારવાળો છું, તેથી (દેહથી) ભિન્ન છું અને આકાશની જેમ અમૂર્ત છું.
“સ્વરૂપાદિ (સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) ચતુષ્ટયથી હું સર્વદા પણ “સત્ ” જ છું અને પરરૂપ (પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) આદિની અપેક્ષાએ હું અત્યંત (સર્વથા) અસત્ ” છું.
જે કંઈ પણ જાણતું નથી, પૂર્વે કંઈ પણ જાણતું ન હતું અને કંઈ પણ જાણશે જ નહીં, તે શરીરાદિ (રપ) હું નથી.
પૂર્વે જે તથા પ્રકારે જાણતું હતું, ભવિષ્યમાં જે બીજી રીતે જાણશે અને આજે અહીં આ પ્રકારે જાણે છે, તે ચેતન દ્રવ્ય હું જ છું.
આ જગત્ સ્વયં ઈષ્ટ અને ટ્રેષ્ય નથી કિન્તુ ઉપેક્ષ્ય છે. હું સ્વયં રાગી અને દ્વેષી નથી કિન્તુ ઉપેક્ષિતા (મધ્યસ્થી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org