________________
તાનુશાસન નિશ્ચયથી મારાથી શરીરો ભિન્ન છે અને હું પણ તેમનાથી ભિન્ન છું, હું એમને કંઈ પણ નથી અને મારા પણ એઓ કંઈ પણ નથી.”
એ રીતે “સ્વાત્મા અન્યથી ભિન્ન છે” એમ સારી રીતે નિશ્ચય કરીને અને સ્વરૂપમય ભાવ કરીને કાંઈ પણ ચિંતવવું નહીં. ૭–૧૯ / ૧૪૭–૧૫૯
चिन्ताभावो न जैनानां तुच्छो मिथ्यादृशामिव । दृग्बोधसाम्यरूपस्य यत्स्वसंवेदनं हि सः ॥२०॥ १६०॥
જૈનો ઈતરોની જેમ ચિંતાભાવને (પર વસ્તુની સ્મૃતિના અભાવને) તુચ્છ (અત્યંત અસત્, સર્વથા અભાવરૂપ) માનતા નથી; કારણ કે તે અભાવ દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્માનું જે સ્વસંવેદન તદાત્મક છે. તે ૨૦ મે ૧૬૦
સ્વસંવેદન वेद्यत्वं वेदकत्वं च यत्स्वस्य स्वेन योगिनः। तत्स्वसंवेदनं प्राहुरात्मनोनुभवं दृशम् ॥२१॥१६१॥
- બૌદ્ધો વસ્તુના અભાવને “આકાશકુસુમ” જેવો અત્યંત અસત માને છે; પરંતુ જેનો અભાવને કથંચિત્ અસ-એટલે અપેક્ષાએ ભાવ (સત) રૂપ પણ માને છે.
જેમકે ઘડો ફૂટી જાય ત્યારે ઘડાનો જે અભાવ થાય છે, તે પણ ઠીકરાના સદ્ભાવરૂપ છે. એવી જ રીતે પરપદાર્થોની સ્મૃતિનો અભાવ તે સર્વથા અભાવ-તુચ્છરૂપ નથી કિન્તુ જ્ઞાન-દર્શન-ચારિત્રાત્મક આત્માના તે સ્વસવેદનરૂપ છે. સ્વાનુભવ તે જ ચિંતાભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org