Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 64
________________ પંચમ અધ્યાય સર્વ ભાવો (પદાર્થ) કોઈક અપેક્ષાએ પરસ્પર પરાવૃત્ત (વ્યાવૃત્ત, ભિન્ન) છે. એ અપેક્ષાએ જેમ જગતનું નિરામ્યઆત્મભિન્નત્વ છે તેમ આત્માનું પણ નિર્જગત્ય-જગભિન્નત્વ છે. [ અર્થાત્ જગતના (આત્મભિન્ન) સર્વ પદાર્થો જે આત્માથી ભિન્ન છે, તો આત્મા પણ જગતથી ભિન્ન છે. આ તો બૌદ્ધદર્શનનો સમન્વય થયો. એ જ રીતે વેદાંતનો સમન્વય પણ કરી શકાય. જગત આત્માથી કથંચિત્ અભિન્ન પણ છે અને આત્મા પણ કથંચિત્ જગતથી અભિન્ન પણ છે. જેમ બૌદ્ધોએ આત્માને શૂન્ય (સ્વરૂપથી અસત્) માનીને ભૂલ કરી છે તેમ વેદાંતીઓએ આત્માને અદ્વિતીય (પરરૂપથી પણ સત્) માનીને ભૂલ કરી છે. આત્માને જગતરૂપે સર્વથા સત્ માનવા જતાં આત્મા અને જગત એક જ સત્ બની જાય છે. સંગ્રહનયથી આ બરોબર છે, કિન્તુ ઈતર નયોને તે ઈષ્ટ નથી. એવી જ રીતે જુસૂત્રનયથી બૌદ્ધમતનો પણ સમન્વય થઈ જાય છે.] ૩૫ ૧૭૫ / अन्यात्माभावो नैरात्म्यं स्वात्मसत्तात्मकश्च सः।। स्वात्मदर्शनमेवातः सम्यग्नैरात्म्यदर्शनम् ॥ ३६॥ १७६ ॥ (આત્મભિન્ન) અન્ય વસ્તુઓનો અભાવ તે નિરામ્ય છે. તે સ્વાત્મસત્તારૂપ છે. તેથી કેવળ આત્માનું દર્શન તે જ તાત્વિક નિરામ્યદર્શન છે. ૩૬ / ૧૭૬ . आत्मानमन्यसंपृक्तं पश्यन् द्वैतं प्रपश्यति ।। पश्यन् विभक्तमन्येभ्यः पश्यत्यात्मानमद्वयम् ॥ ३७॥ १७७॥ આત્માને પરથી સંપૂત-સંબદ્ધ જેનાર તને જુએ છે, જ્યારે આત્માને પરથી વિભક્ત-અસંબદ્ધ જેનાર અદ્વિતને જુએ છે. તે ૩૭ ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102