Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 52
________________ ચતુર્થ અધ્યાય દ્વિવિધ ધ્યેય एवं नामादिभेदेन ध्येयमुक्तं चतुर्विधम् । અથવા દ્રવ્યમાવાસ્યાં દ્વિધૈવ તસ્થિતમ્ ॥ ૪૨ ॥ ૨૩૨ ॥ એવી રીતે નામાદિ ભેદોથી ચાર પ્રકારનું ધ્યેય કહ્યું. અથવા તે (ધ્યેય) દ્રવ્ય અને ભાવ ભેદે એ પ્રકારનું જ છે. ॥ ૪૨ ૧૩૧ ॥ દ્રવ્યધ્યેય અને ભાવય द्रव्यध्येयं बहिर्वस्तु चेतनाचेतनात्मकम् । भावध्येयं पुनर्येयसन्निभध्यानपर्ययः ॥ ४३ ॥ १३२ ॥ ચેતન કે જડરૂપ માહ્ય વસ્તુ તે દ્રવ્યધ્યેય છે અને ધ્યેય (અરિહંતાદિ) સદેશ જે ધ્યાનનો પર્યાય તે ભાવધ્યેય છે || ૪૩ || ૧૩૨ ॥ ध्याने हि विभ्रति स्थैर्य ध्येयरूपं परिस्फुटम् । आलेखितमिवाभाति ध्येयस्याऽसन्निधावपि ॥ ४४ ॥ १३३ ॥ રૂપ ધ્યાન જ્યારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે ધ્યેય નજીક ન હોવા છતાં પણ જાણે (સામે) આલેખિત હોય એવું અત્યંત સ્પષ્ટ ભાસે છે. ॥ ૪૪ ॥ ૧૩૩ || धातुपिण्डे स्थितश्चैवं ध्येयोऽर्थो ध्यायते यतः । ध्येयं पिण्डस्थमित्याहुरत एव च केवलम् ॥ ४५ ॥ १३४ ॥ એ જ પ્રકારે જ્યારે સપ્ત ધાતુના પિંડમાં—દેહમાં ધ્યેય વસ્તુનું ધ્યાન કરાય છે ત્યારે તે ધ્યેયને (ધ્યાનને) પિંડસ્થ કહેવાય છે, એથી જ કેવલ (કૈવલ્ય, કૈવલજ્ઞાન ?) પ્રાપ્ત થાય છે ॥ ૪૫ ૫ ૧૩૪ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102