________________
૩૪
તરવાનુશાસન છોડીને (ઊંચે) આકાશપ્રદેશમાં રહેલા પોતાના પરમ
દારિક શરીરની પ્રભાથી સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી, મહાશ્ચર્યભૂત ચોત્રીશ અતિશયો અને આઠ પ્રાતિહાર્યોથી શોભતા, મુનિવરો, તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓની પર્ષદાઓથી ઘેરાચેલા, જન્માભિષેક વગેરેમાં પ્રાપ્ત થયેલ પૂજાના કારણે સૌથી ચઢિયાતા, કેવળ જ્ઞાનવડે નિર્ણત એવાં વિશ્વના તત્ત્વોના ઉપદેશક, ઉજજવલ એવા અનેક લક્ષણોથી વ્યાપ્ત, સવાંગ પરિપૂર્ણ અને ઉન્નતદેહવાળા, નિર્મલ (મહાન) સ્ફટિકરત્નમાં પ્રતિબિંબિત પ્રદીપ્ત જવાલાઓવાળા અગ્નિ સમાન ઉજજવલ, સર્વ તેમાં ઉત્તમ તેજ અને સર્વ જ્યોતિઓમાં ઉત્તમ જ્યોતિસ્વરૂપ એવા શ્રી અરિહંત પરમાત્માનું મોક્ષની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું. ૩૪-૩૯ / ૧૨૩–૧૨૮ .
वीतरागोऽप्ययं देवो ध्यायमानो मुमुक्षुभिः।। स्वर्गापवर्गफलदः शक्तिस्तस्य हि तादृशी ॥४०॥१२९ ॥
મુમુક્ષુઓ વડે ધ્યાન કરાતા એવા આ દેવાધિદેવ વીતરાગ હોવા છતાં સ્વર્ગ કે મોક્ષ ફળને આપનારા છે, કારણ કે તેમની શક્તિ જ તે પ્રકારની અચિંત્ય છે. ૪૦ + ૧૨૯
सम्यग्ज्ञानादिसम्पन्नाः प्राप्तसप्तमहर्द्धयः। तथोक्तलक्षणा ध्येयाः सूर्युपाध्यायसाधवः ॥४१॥१३०॥
સમ્યજ્ઞાનાદિથી સંપન્ન, સાત મહાદ્ધિઓવાળા (?) અને શાસ્ત્રોકત લક્ષણોવાળા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોનું ધ્યાન કરવું. ૪૧ / ૧૩૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org