Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 55
________________ પંચમ અધ્યાય સ્વામાલંબન યાન व्यवहारनयादेवं ध्यानमुक्तं पराश्रयम् । निश्चयादधुना स्वात्मालम्बनं तन्निरूप्यते ॥१॥१४१॥ એવી રીતે વ્યવહારનયથી પરાલંબન ધ્યાન કહ્યું, હવે નિશ્ચયથી સ્વાતમાલંબન દયાન કહેવાય છે. તે ૧ ૧૪૧ ब्रुवता ध्यानशब्दार्थ यद्रहस्यमवादिषम् । तथापि स्पष्टमाख्यातुं पुनरप्यभिधीयते ॥२॥ १४२॥ ધ્યાન શબ્દના અર્થને કહેતાં સ્વાવલંબન ધ્યાનનું સુંદર રહસ્ય કહેવાયું હતું, તથાપિ વધુ સ્પષ્ટ રીતે કહેવા માટે ફરીથી પણ કહેવાય છે. / ૨ / ૧૪૨ / दिध्यासुः स्वं परं ज्ञात्वा श्रद्धाय च यथास्थितम् । विहायान्यदनर्थित्वात् स्वमेवावैतु पश्यतु ॥३॥१४३॥ ધ્યાન કરવાની ઈચ્છાવાળો પુરુષ, “સ્વાત્મા સર્વશ્રેષ્ઠ છે” એમ જાણીને, તેમાં યથાસ્થિત રીતે શ્રદ્ધા કરીને અને (આત્મ ભિન્ન) બીજું બધું અનુપયોગી હોવાથી (તેનો) ત્યાગ કરીને સ્વાત્માને જ સમ્યગ જાણે અને જુએ ૩ ૧૪૩ . पूर्व श्रुतेन संस्कार स्वात्मन्यारोपयेत्ततः। तत्रैकाग्र्यं समासाद्य न किञ्चिदपि चिन्तयेत् ॥४॥१४४ ॥ પ્રથમ પોતાના આત્મામાં શ્રુત વડે સંસ્કારનું આરોપણ કરે (શ્રુતમાં વર્ણવેલ આત્મસ્વરૂપની પુનઃ પુનઃ ભાવના કરે), પછી તેમાં એકાગ્રતાને મેળવીને કંઈ પણ ચિંતવે નહીં. ૪ ૧૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102