________________
પંચમ અધ્યાય
સ્વામાલંબન યાન
व्यवहारनयादेवं ध्यानमुक्तं पराश्रयम् । निश्चयादधुना स्वात्मालम्बनं तन्निरूप्यते ॥१॥१४१॥
એવી રીતે વ્યવહારનયથી પરાલંબન ધ્યાન કહ્યું, હવે નિશ્ચયથી સ્વાતમાલંબન દયાન કહેવાય છે. તે ૧ ૧૪૧
ब्रुवता ध्यानशब्दार्थ यद्रहस्यमवादिषम् । तथापि स्पष्टमाख्यातुं पुनरप्यभिधीयते ॥२॥ १४२॥
ધ્યાન શબ્દના અર્થને કહેતાં સ્વાવલંબન ધ્યાનનું સુંદર રહસ્ય કહેવાયું હતું, તથાપિ વધુ સ્પષ્ટ રીતે કહેવા માટે ફરીથી પણ કહેવાય છે. / ૨ / ૧૪૨ /
दिध्यासुः स्वं परं ज्ञात्वा श्रद्धाय च यथास्थितम् । विहायान्यदनर्थित्वात् स्वमेवावैतु पश्यतु ॥३॥१४३॥
ધ્યાન કરવાની ઈચ્છાવાળો પુરુષ, “સ્વાત્મા સર્વશ્રેષ્ઠ છે” એમ જાણીને, તેમાં યથાસ્થિત રીતે શ્રદ્ધા કરીને અને (આત્મ ભિન્ન) બીજું બધું અનુપયોગી હોવાથી (તેનો) ત્યાગ કરીને સ્વાત્માને જ સમ્યગ જાણે અને જુએ ૩ ૧૪૩ .
पूर्व श्रुतेन संस्कार स्वात्मन्यारोपयेत्ततः। तत्रैकाग्र्यं समासाद्य न किञ्चिदपि चिन्तयेत् ॥४॥१४४ ॥
પ્રથમ પોતાના આત્મામાં શ્રુત વડે સંસ્કારનું આરોપણ કરે (શ્રુતમાં વર્ણવેલ આત્મસ્વરૂપની પુનઃ પુનઃ ભાવના કરે), પછી તેમાં એકાગ્રતાને મેળવીને કંઈ પણ ચિંતવે નહીં. ૪ ૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org