________________
૧૮
તરવાનુશાસન
અથવા નિરોધ એટલે અભાવ અને તે (અભાવ) અન્ય વિષયની ચિન્તાના અભાવરૂપ કોઈ એક જ પદાર્થની સ્મૃતિરૂપ સમજવો, અથવા સર્વ ચિન્તાઓ (સ્મૃતિઓ)થી રહિત માત્ર આત્મસંવેદન (આત્માનુભવ)રૂપ સમજવો. તે ૩૨ મ ૬૪ છે
तत्रात्मन्यसहाये यच्चिन्तायाः स्यान्निरोधनम् । तद्धयानं तदभावो वा स्वसंवित्तिमयश्च सः ॥ ३३ ॥६५॥
તેમાં અસહાય-કેવળ આત્મામાં ચિત્તાનું જે રોકાણ તે ધ્યાન છે અથવા તેવી ચિન્તાનો અભાવ તે ધ્યાન છે. આવો અભાવ સ્વ(આત્મ)સંવેદનામય હોય છે. . ૩૩ + ૬૫ |
ધ્યાનની અન્ય વ્યાખ્યાઓ श्रुतज्ञानमुदासीनं यथार्थमतिनिश्चलम् । स्वर्गापवर्गफलदं ध्यानमांतरमुहूर्त्ततः ॥३४॥६६॥
રાગ-દ્વેષથી રહિત, યથાર્થ અને અત્યંત નિશ્ચલ એવા શ્રુતજ્ઞાનને ધ્યાન કહેવાય છે, તે અંતર્મુહૂર્તમાં સ્વર્ગ અથવા મોક્ષરૂપ ફળને આપનારું છે. તે ૩૪ ૬૬
ध्यायते येन तद्धयानं यो ध्यायति स एव वा । यत्र वा ध्यायते यद्वा ध्यातिर्वा ध्यानमिष्यते ॥ ३५॥ ६७ ॥
જેનાવડે અથવા જેમાં ધ્યાન કરાય છે, અથવા જે ધ્યાન કરે છે તેને, અથવા “સ્થતિ ને ધ્યાન કહેવાય છે. જે ૩૫ ૬૭
* ચાતિ = ધ્યાનક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org