________________
તૃતીય અધ્યાય
ધ્યાન માટેની સામગ્રી અને પ્રેરણું
सङ्गत्यागः कषायाणां निग्रहो व्रतधारणम् । मनोऽक्षाणां जयश्चेति सामग्री ध्यानजन्मने ॥१॥७५॥
ધ્યાનને ઉત્પન્ન કરવામાં પરિગ્રહનો ત્યાગ, કષાયોન નિગ્રહ, વ્રતોનો સ્વીકાર (પાલન) અને મન તથા ઈન્દ્રિયોનો ય એ (મુખ્ય) સામગ્રી છે. ૧૭પ
इन्द्रियाणां प्रवृत्तौ च निवृत्तौ च मनः प्रभुः । मन एव जयेत्तस्माजिते तस्मिजितेन्द्रियः ॥२॥७६ ॥
ઈન્દ્રિયોને (વિષયોમાં પ્રવર્તાવવામાં અને રોકવામાં મન સમર્થ છે. તેથી મનને જ જીતવું જોઈએ. મનને જીતે છતે ઇન્દ્રિયોનો પણ જય થાય જ છે. ૨ . ૭૬ છે.
ज्ञान-वैराग्यरज्जूभ्यां नित्यमुत्पथवर्तिनः । जितचित्तेन शक्यन्ते धर्तुमिन्द्रियवाजिनः ॥३॥७७॥
નિત્ય ઉલટા (સંસારના) માર્ગે દોડતા ઈન્દ્રિયરૂપી ઘોડાઓને મનનો વિજેતા જ્ઞાન અને વૈરાગ્યરૂપ બે રજજુઓ (લગામ) વડે રોકવા સમર્થ બની શકે છે. . ૩૭૭ |
येनोपायेन शक्येत सन्नियन्तुं चलं मनः । स एवोपासनीयोऽत्र न चैव विरमेत्ततः॥४॥७८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org