Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 41
________________ ૨૪ તવાનુશાસન चरितारो न चेत्सन्ति यथाख्यातस्य सम्प्रति । तत्किमन्ये यथाशक्तिमाचरन्तु तपस्विनः ॥ १२ ॥ ८६ ॥ જો આજે યથાખ્યાત ચારિત્રવાળા નથી, તો અન્ય તપસ્વીઓએ યથાશક્તિ ચારિત્ર શા માટે ન પાળવું? (અહીં સામા પક્ષને પ્રતિબંધિ ઉત્તર છે) ૫ ૧૨ ॥૮॥ सम्यग्गुरुपदेशेन समभ्यस्यन्ननारतम् । धारणासौष्ठवाद्ध्यानप्रत्ययानपि पश्यति ॥ १३ ॥ ८७ ॥ અનુભવી ગુરુના ઉપદેશથી નિરંતર સારી રીતે ધ્યાનનો અભ્યાસ કરતો આત્મા ધારણાશક્તિની અતિશાયિતાથી ધ્યાન સંબંધી પ્રત્યયોને (વિશ્વાસમાં વૃદ્ધિ કરનારાં સુસ્વપ્નાદિ ચિહ્નોને) પણ જુએ છે ॥ ૧૩ ॥ ૮૭ ॥ यथाभ्यासेन शास्त्राणि स्थिराणि स्युर्महान्त्यपि । तथा ध्यानमपि स्थैर्य लभतेऽभ्यासवर्तिनाम् ॥ १४ ॥ ८८ ॥ જેમ અભ્યાસના મળે મોટાં પણ શાસ્ત્રો સ્થિર (દઢ સ્મૃતિવાળાં) થાય છે, તેમ પુનઃ પુનઃ અભ્યાસ કરનારાઓનું ધ્યાન પણ સ્થિરતાને પામે છે ॥ ૧૪ ॥ ૮૮ ॥ यथोक्तलक्षणो ध्याता ध्यातुमुत्सहते यदा । तदैव परिकर्मादौ कृत्वा ध्यायतु धीरधीः ॥ १५ ॥ ८९ ॥ પૂર્વોક્ત લક્ષણવાળો સ્થિતપ્રજ્ઞ ધ્યાતા જ્યારે પણ ધ્યાન માટે ઉત્સાહિત થાય ત્યારે પરિકર્માદિ (સ્વભૂમિકાને ઉચિત શાસ્ત્રોક્ત અનુષ્ઠાન) કરીને ધ્યાન કરે ॥ ૧૫ ॥ ૮૯ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102