Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 13
________________ બાર - શ્રીનાગસેનમુનિ “આચાર્ય પદવી પામ્યા હતા કે નહીં એ પ્રશ્ન ઉ૫સંત બીજો પ્રશ્ન એ પણ છે કે આ કૃતિના કર્તા “શ્રી. નાગસેન' હતા કે શ્રી. રામસેન ”? ડૉ. એચ. ડી. વેલણકરે સને ૧૯૪૪માં પ્રકાશિત કરેલ “નિરત્ના ”માં “તવાનુરાસન અંગે જે માહિતી આપી છે તેમાં જણાવ્યું છે કે ૨૫૯ સંસ્કૃત શ્લોક પ્રમાણુની આ રચનાના કર્તા શ્રી. રામસેન હતા અને તેઓ શ્રી. નાગસેનના શિષ્ય હતા; અને તેમના બીજા ગુરુઓ શ્રી. વિજયદેવ, શ્રી મહેન્દ્રદેવ, શ્રી. પુણ્યમૂર્તિ તથા શ્રી. વીરચન્દ્ર હતા. અહીં રજૂ કરેલ પ્રકાશનને અંતે (શ્લોક નં. ૨૫૬) જણાવ્યું છે કે આ કૃતિના કર્તા શ્રી. નાગસેનમુનિ હતા અને શ્રી. વીરચન્દ્ર, શ્રી. શુભદેવ તથા શ્રી. મહેન્દ્રદેવ તેમના વિદ્યાગુરુ (શાસ્ત્રગુરુ) હતા અને પુણ્યભૂતિસમા (2) શ્રી. વિજયદેવ દીક્ષાગુરુ હતા. માણિક્યચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલાના પુસ્તક નં. ૧૩ તરીકે ઈ. સ. ૧૯૧૫માં પ્રકાશિત થયેલ “તરવાનુરાસનમાં તેના કર્તા તરીકે શ્રી. નાગસેન”નો ઉલ્લેખ છે, પરંતુ આ ઉલ્લેખ ભૂલથી થયો છે, એવો ખુલાસો જેન હિતૈષી” માસિકમાં કરવામાં આવ્યો હતો. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ (પાયધુની, મુંબઈ) ઈ. સ. ૧૯૦૯ (વિ. સં. ૧૯૬૫) માં પ્રકાશિત કરેલ જેનJOાવલી ના પૃષ્ઠ ૯૦ ઉપર “તીનુરાસન”ના કર્તા શ્રી. સમતભદ્ર હોવાનું જણાવ્યું છે. ' ઉપર જણાવ્યું તેમ માણિક્યચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા, મુંબઈ તરફથી સને ૧૯૧પમાં ‘તરવાનુરારિનનું સૌથી પ્રથમ પ્રકાશન થયેલ છે. ત્યારબાદ સને ૧૯૨૧માં સનાતન જેન ગ્રંથાવલિ, કલકત્તા તરફથી તે પ્રકાશિત થયેલ છે અને છેલ્લે સને ૧૯૪૬ (વીર સંવત ૨૪૭૨)માં પ્રકાશિત થયેલ અધ્યાત્મગ્રંથસંગ્રહ માં તેને સમાવિષ્ટ કરવામાં આવેલ છે. જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત થતા આ પુસ્તકને માટે માત્ર “અધ્યાત્મગ્રંથસંગ્રહમાં મુદ્રિત થયેલ “તવાનુશાસન”ના મૂળપાઠને સામે રાખવામાં આવ્યો છે, કારણ કે આ પ્રકાશનનો મુખ્ય હેતુ “ગુજરાતી જુઓ—‘જેન હિતૈષી” પુસ્તક નં. ૧૪, પૃષ્ઠ નં. ૩૧૩. # જુઓ જૈન હિતૈષી” પુસ્તક નં. ૧૪, પૃષ્ઠ નં. ૩૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102