Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 21
________________ તત્ત્વાનુશાસન જ્ઞાનાવરણીય કર્મના ઉદ્દયથી, પદાર્થોમાં અન્યપ્રકારની (અયથાર્થ) સમજ તે મિથ્યાજ્ઞાન કહેવાય છે. તે ભ્રમ, અજ્ઞાન અને સંશય એમ ત્રણ પ્રકારનું છે. | ૧૦ || * મિથ્યાચારિત્રની વ્યાખ્યા वृत्तिमोहोदयाज्जन्तोः, कषायवशवर्तिनः । योगप्रवृत्तिरशुभा, मिथ्याचारित्रमूचिरे ॥ ११ ॥ ચારિત્રમોહનીય કર્મના ઉદયથી કષાયવશવી જીવની મન-વચન-કાયાથી થતી અશુભ પ્રવૃત્તિને મિથ્યાચારિત્ર કહેલ છે. ॥ ૧૧ ॥ કર્મબંધનું પ્રધાન કારણ-મોહરાજ बन्धहेतुषु सर्वेषु, मोहश्च प्राक् प्रकीर्तितः । मिथ्याज्ञानं तु तस्यैव, सचिवत्वमशिश्रियत् ॥ १२ ॥ સર્વ બંધહેતુઓમાં મોહને સૌથી પ્રથમ કહ્યો છે અને મિથ્યાજ્ઞાને તો તેનું જ મંત્રીપણું સ્વીકાર્યું છે. ॥ ૧૨ ॥ મોહરાજના સેનાપતિ ममाऽहङ्कारनामानौ, सेनान्यौ तौ च तत्सुतौ । यदायत्तः सुदुर्भेदो मोहव्यूहः प्रवर्त्तते ॥ १३ ॥ જેમને આધીન અત્યંત દુર્ભેદ્ય એવો મોહ વ્યૂહ પ્રવર્તે છે, તે એ મમકાર અને અહંકાર નામના મોહુરાજના પુત્રો એ તેના સેનાપતિઓ છે. । ૧૩ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102