________________
નિવેદન
- લગભગ અઢીસો શ્લોક પ્રમાણુની આ કૃતિ ધ્યાન જેવા ગંભીર વિષય પર સારો પ્રકાશ પાડે છે. જો કે આમાં ધ્યાન અંગેની અનેકવિધ પ્રક્રિયાઓ, પ્રણાલિકાઓ, અનુષ્ઠાનો કે આમ્નાયોની વિગતપૂર્ણ માહિતી આપવાનું કે તેનો સમન્વય કરવાનું દૃષ્ટિબિંદુ નથી; પરંતુ વ્યવસ્થિત વર્ગીકરણ અને વ્યાખ્યાનિર્દેશ દ્વારા ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરનાર માટે ઉચિત ભૂમિકા બાંધવાનું
ધ્યેય છે અને તે ધ્યેય કર્તાએ સફળ રીતે પાર પાડયું છે. ધ્યાનનો વિષય એવો ગહન છે કે તેમાં ચાંચ બૂવી ધારીએ એટલી સરળ નથી; અને કૃતિના કર્તા નાગસેન મુનિ પણ પોતાની મર્યાદાનો અતિ વિનમ્રભાવે સ્વીકાર કરતાં કહે છે કેઃ “આ ધ્યાનવિષય અત્યંત ગંભીર છે, મારા જેવાની તેમાં પહોંચ નથી; છતાં પણ અહીં કેવળ ધ્યાન પરની ભક્તિથી પ્રેરાયેલા મેં પ્રયત્ન કર્યો છે. (શ્લોક નં. ૨૫૩).” તેમ છતાં એટલું આપણે નિઃશંકપણે કહી શકીએ કે કર્તાએ ધ્યાનના વિષયમાં જે આ પ્રયત્ન કર્યો છે તે ખૂબ પ્રશસ્ય તથા મનનીય છે; અને તેમને જે વાતની જાણ છે તેનો જ બિલકુલ મોટાઈ વિના નિશ્ચયાત્મક રીતે અને નકકર પણે નિર્દેશ કર્યો છે. - સમસ્ત કૃતિનું મુખ્ય લક્ષ્ય “મોક્ષ” છે; અને જીવનનું લક્ષ્ય પણ એ જ હોઈ શકે. મોક્ષમાર્ગને રુંધનાર બંધ છે અને તેનાં પણ અનેક કારણો છે. તે કારણે દૂર થતાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મોક્ષપ્રાપ્તિના મહત્ત્વના ઉપાય તરીકે સ્થાનને ખૂબ અગત્ય આપવામાં આવી છે અને ધ્યાનસિદ્ધિનો આધાર મન છે; કારણ કે સ્થિર મનને જ ધ્યાન કહેવામાં આવે છે. (તત થિર મનો ધ્યાનં......શ્લોક નં. ૬૮). ટૂંકમાં, મનુષ્યનું મન તેના બંધ કે મોક્ષ માટે કારણભૂત છે (મનઃ મનુષ્યનાં વંધમોક્ષયોઃ) અને આ સનાતન સત્યનો કર્તાએ સારભૂત ચતુષ્ટય (બંધ– બંધહેતુ, મોક્ષ–મોક્ષહેતુ–ચહ્ન વધ% નોર્થ તત્વ ર ચતુષ્ટયમ્) તરીકે વિશેષ વિસ્તાર કર્યો છે. કર્તા પોતે પણ ગ્રંથના વસ્તુની સ્પષ્ટતા કરતાં કહે છે કેઃ “આ ગ્રંથમાં ચાર સારભૂત તત્ત્વો કહ્યાં છે–બંધ, બંધના હેતુઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org