________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્વાનુપ્રેક્ષા ]
[૯
ભાવાર્થ:- કોઈ જાણે કે-હું મોટા કુળનો છું, મારે પેઢી દર પેઢીથી આ સંપદા ચાલી આવે છે તો તે ક્યાં જવાની છે? હું ધીરજવાન છું એટલે કેવી રીતે ગુમાવીશ? હું પંડિત છું-વિધાવાન છું, તો તેને કોણ લઈ શકવાનું છે? ઊલટા મને તેઓ આપશે જ; હું સુભટ છું તેથી કેવી રીતે કોઈને લેવા દઈશ? હું પૂજનિક છું તેથી મારી કોણ લઈ શકે? હું ધર્માત્મા છું અને ધર્મથી તો તે આવે છે, છતી જાય કેવી રીતે? હું મા રૂપવાન છું, મારું રૂપ દેખતાં જ જગત પ્રસન્ન થાય છે, તો આ સંપદા ક્યાં જવાની છે? હું સજ્જન અને પરોપકારી છું એટલે તે ક્યાં જશે? તથા હું મહા પરાક્રમી છું, સંપદાને વધારીશ જ, છતીને તે કયાં જવા દઈશ ?-એ સર્વ વિચારો મિથ્યા છે; કારણ કે આ સંપદા જોતજોતામાં વિલય પામી જાય છે, કોઈની રાખી તે રહેતી નથી.
હવે કહે છે કે-લક્ષ્મી પ્રાપ્ત થઈ તેને શું કરીએ ? તેનો ઉત્તર :
ता भुंजिज्जर लच्छी दिज्जउ दाणे दयापहाणेण । जा जलतरंगचवला दो तिण्ण दिणाणि चिट्ठेइ ।। १२ ।। तावत् भुज्यतां लक्ष्मीः दीयतां दाने दयाप्रधानेन । या जलतरङ्गचपला द्वित्रिदिनानि નેતે।। ૨।।
અર્થ:- આ લક્ષ્મી જલતરંગની માફક ચંચલ છે એટલે જ્યાં સુધી તે બે-ત્રણ દિવસ સુધી ચેષ્ટા કરે છે–મોજૂદ છે ત્યાં સુધી તેને ભોગવો વા દયાપ્રધાની થઈને દાનમાં આપો.
ભાવાર્થ:- કોઈ કૃપણબુદ્ધિ આ લક્ષ્મીને માત્ર સંચય કરી સ્થિર રાખવા ઇચ્છે છે તેને ઉપદેશ છે કે-આ લક્ષ્મી ચંચલ છે, સ્થિર રહેવાની નથી, માટે જ્યાં સુધી થોડા દિવસ એ વિદ્યમાન (મોદ) છે ત્યાં સુધી તેને પ્રભુભક્તિ અર્થે વા પરોપકાર અર્થે દાનાદિમાં ખરચો તથા ભોગવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com