________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- તપ વડે નિર્જરા થાય છે; પણ જે જ્ઞાન સહિત તપ કરે તેને થાય છે. અજ્ઞાન સહિત વિપરીત તપ કરે તેમાં હિંસાદિક હોવાથી, એવાં તપથી તો ઊલટો કર્મબંધ થાય છે. વળી તપ વડે મદ કરે, બીજાને ન્યૂન ગણે, કોઈ પૂજાદિક ન કરે તેના પ્રત્યે ક્રોધ કરેએવા તપથી તો બંધ જ થાય. ગર્વ રહિત તપથી જ નિર્જરા થાય. વળી તપથી આલોક-પરલોકમાં પોતાના ખ્યાતિ-લાભ-પૂજા અને ઇંદ્રિયોના વિષય-ભોગ ઇચ્છે તેને તો બંધ જ થાય. નિદાન રહિત તપથી જ નિર્જરા થાય; પણ જે સંસાર-દે-ભોગમાં આસક્ત થઈ તપ કરે તેનો તો આશય જ શુદ્ધ હોતો નથી તેથી તેને નિર્જરા પણ થતી નથી. નિર્જરા તો વૈરાગ્યભાવનાથી જ થાય છે એમ જાણવું. હવે નિર્જરા કોને કહેવી તે કહે છે:
નિર્જરાનું સ્વરૂપ सव्वेसिं कम्माणं सत्तिविवाओ हवेइ अणुभाओ। तदणंतरं तु सडणं कम्माणं णिज्जरा जाण।।१०३।। सर्वेषां कर्मणां शक्तिविपाक: भवति अनुभागः। तदनन्तरं तु शटनं कर्मणां निर्जरां जानीहि।। १०३।।
અર્થ:- સમસ્ત જે જ્ઞાનાવરણાદિ આઠ કર્મની શક્તિ એટલે ફળ દેવાના સામર્થ્યનો વિપાક થવો-ઉદય થવો, તેને અનુભાગ કહીએ છીએ. તે ઉદય આવીને તુરત જ તેનું ખરવું- ઝરવું થાય તેને હું ભવ્ય ! તું કર્મની નિર્જરા જાણ !
ભાવાર્થ- કર્મ, ઉદય આવીને, ખરી જાય તેને નિર્જરા કહીએ છીએ.
તે નિર્જરા બે પ્રકારની છે, તે કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com