Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 327
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૦] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પ્રારંભ કરે તો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસાપરાય એ ત્રણ ગુણસ્થાનોમાં સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થતો મોહનીયકર્મની એકવીશ પ્રકૃતિઓને ઉપશમાવી ઉપશાંતકષાયગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, અને જો મોહની પ્રકૃતિઓને ક્ષપાવવાનો પ્રારંભ કરે તો આ ત્રણે ગુણસ્થાનમાં મોહની એકવીસ પ્રકૃતિઓને સત્તામાંથી નાશ કરી ક્ષીણકષાય નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ત્યાં પૃથક–વિતર્કવીચાર નામનો શુકલધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. પૃથક્ એટલે જાદા જાદા, વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના અક્ષરો તથા વીચાર એટલે અર્થનું, વ્યંજન અર્થાત અક્ષરરૂપ વસ્તુના નામનું તથા મન-વચન-કાયના યોગનું પલટવું. એ બધું આ પહેલા શુક્લધ્યાનમાં થાય છે, ત્યાં અર્થ તો દ્રવ્ય-ગુણ- પર્યાયની પલટના છે અર્થાત દ્રવ્યથી દ્રવ્યાંતર, ગુણથી ગુણાંતર અને પર્યાયથી પર્યાયાંતર છે. એ જ પ્રમાણે વર્ણથી વર્ણાતર તથા યોગથી યોગાન્તર છે. પ્રશ્ન:- ધ્યાન તો એકાગ્રચિતાનિરોધ છે પણ પલટવાને ધ્યાન કેમ કહી શકાય? સમાધાન:- જેટલી વાર એક (શેય) ઉપર ઉપયોગ સ્થિર થાય તે તો ધ્યાન છે અને ત્યાંથી પલટાઈ બીજા શેય ઉપર સ્થિર થયો તે પણ ધ્યાન છે. એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. અહીં એ સંતાનની જાતિ એક છે એ અપેક્ષા લેવી. વળી ઉપયોગ પલટાય છે ત્યાં ધ્યાતાને પલટાવવાની ઇચ્છા નથી. જો ઇચ્છા હોય તો તે રાગ સહિત હોવાથી આ પણ ધર્મધ્યાન જ ઠરે. અહીં અવ્યક્ત રાગ છે પણ તે કેવળજ્ઞાનગમ્ય છે, આ ધ્યાતાના જ્ઞાનને ગમ્ય નથી. પોતે શુદ્ધોપયોગરૂપ બન્યો થકો એ પલટનાનો પણ જ્ઞાતા જ છે અને પલટાવું એ ક્ષયોપશમ જ્ઞાનનો સ્વભાવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345