Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 331
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪] ( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અણગાર, યતિ, મુનિ અને ઋષિ. તેમાં ગૃહવાસના ત્યાગી અને મૂળગુણોના ધારક સામાન્ય સાધુને અણગાર કહે છે, ધ્યાનમાં રહીને જે શ્રેણિ માંડે તે યતિ છે, જેમને અવધિ-મન:પર્યય-કેવળજ્ઞાન હોય તે મુનિ છે તથા જે ઋદ્ધિધારક હોય તે ઋષિ છે. એ ઋષિના પણ ચાર ભેદ છેઃ રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ તથા પરમર્ષિ. ત્યાં વિક્રિયાઋદ્ધિવાળા રાજઋષિ છે, અક્ષીણમહાન ઋદ્ધિવાળા બ્રહ્મઋષિ છે, આકાશગામી (ચારણઋદ્ધિવાળા ) દેવઋષિ છે તથા કેવળજ્ઞાની પરમઋષિ છે, એમ સમજવું. હવે ગ્રંથકર્તા શ્રી સ્વામી કાર્તિકેયમુનિ પોતાનું કર્તવ્ય પ્રગટ કરે છે – जिणवयणभावणटुं सामिकुमारेण परमसद्धाए। रइया अणुवेक्खाओ चंचलमणरुंभणटुं च।।४८९ ।। जिनवचनभावनार्थं स्वामिकुमारेण परमश्रद्धयाः। रचिता: अनुप्रेक्षाः चञ्चलमनोरुन्धनार्थं च।। ४८९ ।। અર્થ- સ્વામી કુમાર અર્થાત્ સ્વામી કાર્તિકેય નામના મુનિએ આ અનુપ્રેક્ષા નામનો ગ્રંથ ગાથારૂપ રચનામાં રચ્યો છે. અહીં “કુમાર” શબ્દથી એમ સૂચવ્યું જણાય છે કે આ મુનિ જન્મથી જ બ્રહ્મચારી હતા. તેમણે “આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથનમાત્ર બનાવી દીધો હોય !” આ વિશેષણથી અનુપ્રેક્ષામાં અતિ પ્રીતિ સૂચવે છે. વળી પ્રયોજન કહે છે કે-જિનવચનની ભાવના અર્થે રચ્યો છે.'- આ વાકયથી એમ જણાવ્યું છે કે ખ્યાતિલાભ-પૂજાદિ લૌકિક પ્રયોજન અર્થે રચ્યો નથી. જિનવચનનું જ્ઞાન-શ્રદ્ધાન થયું છે. તેને વારંવાર ભાવવું-સ્પષ્ટ કરવું કે જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, કષાયો નાશ પામે એ પ્રયોજન જણાવ્યું છે. વળી બીજાં પ્રયોજન-“ચંચળ મનને સ્થિર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345