Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 334
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્વાદશતપ ] [ ૩૦૭ તેમાં તેરાપંથ કહાય, ધરે ગુણીજન કરે બઢાય; તે મધ્ય છે નામ જયચંદ, હું છું આતમરામ અનંદ. ૫ ધર્માનુરાગથી ગ્રંથ વિચાર કરી અભ્યાસ લઈ મનધાર; બારભાવના ચિંતવનસાર, “તે હું લખું” ઉપજ્યો સુવિચાર. ૬ દેશવચનિકા કરીએ જોઈ, સુગમ હોય વાંચે સૌ કોઈ; રચિ વચનિકા તેથી સાર, કેવળ ધર્માનુરાગ નિરધાર. ૭ મૂળગ્રંથથી વધઘટ હોય, જ્ઞાની પંડિત સોધો સોય; અલ્પબુદ્ધિની હાસ્ય ન કરે, સંતપુરુષ મારગ એ ધરે. ૮ બારહભાવન સુભાવના, લઈ બહુ પુણ્યયોગ પાવના; તીર્થકર વૈરાગ્ય જબ હોય, તવ ભાવે સૌ રાગ જુ ખોય. ૯ દીક્ષા ધારે તબ નિર્દોષ, કેવળ લઈ અર પામે મોક્ષ; એમ વિચારી ભાવો ભવિજીવ, સૌ કલ્યાણ સુ ધરો સદૈવ. ૧૦ પંચ પરમગુરુ અર જિનધર્મ, જિનવાણી ભાખે સૌ મર્મ ચૈત્ય-ચૈત્યમંદિર પઢિ નામ, નમું માની નવ દેવ સુધામ. ૧૧ (દોહરા) સંવત્સર વિક્રમ તણું, અષ્ટાદશ શત જાણ; ત્રેસઠ શ્રાવણ ત્રીજ વદ, પૂરણ થયો સુમાન. ૧૨ જૈનધર્મ જયવંત જગ, જેનો મર્મ સુ પાય; વસ્તુ યથારથરૂપ લખી, ધ્યાવે શિવપુર જાય. ૧૩ ઇતિ શ્રી સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષાનો પંડિત જયચંદ્રજીકૃત હિંદીવચનિકાનો ગુર્જરાનુવાદ સમાપ્ત. 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345