Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 332
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્વાદશતપ ] [ ૩/૫ કરવા અર્થે રચ્યો છે. આ વિશેષણથી એમ સમજવું કે-મન ચંચળ છે, તે એકાગ્ર રહેતું નથી, તેને જો આ શાસ્ત્રમાં લગાવીએ તો રાગદ્વેષનાં કારણો જે વિષયો છે તેમાં જાય નહિ. એ પ્રયોજન અર્થે આ અનુપ્રેક્ષાગ્રંથની રચના કરી છે. ભવ્યજીવોએ તેનો અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી જિનવચનની શ્રદ્ધા થાય, સમ્યજ્ઞાનની વૃદ્ધિ થાય, તથા આના અભ્યાસમાં જોડાતાં ચંચળ મન અન્ય વિષયોમાં જાય નહિ. હવે અનુપ્રેક્ષાનું માહાભ્ય કહી ભવ્યજીવોને ઉપદેશરૂપ ફળનું વર્ણન કરે છે:बारसअणुवेक्खाओ भणिया हु जिणागमाणुसारेण। जो पढइ सुणइ भावइ सो पावइ उत्तमं सोक्खं ।। ४९० ।। द्वादशअनुप्रेक्षाः भणिताः स्फुटं जिनागमानुसारेण। यः पठति शृणोति भावयति सः प्राप्नोति उत्तमं सौख्यं ।। ४९०।। અર્થ:- આ બાર અનુપ્રેક્ષા જિનાગમ અનુસાર પ્રગટપણે કહી છે; એ વચનથી એમ જણાવ્યું છે કે મેં કલ્પના કરી કહી નથી પણ પૂર્વ (આમ્નાય) અનુસાર કહી છે, તેને જે ભવ્યજીવો ભણશે, સાંભળશે અથવા તેની ભાવના એટલે વારંવાર ચિંતવન કરશે તે બાધારહિત-અવિનાશી–સ્વાત્મીય ઉત્તમ સુખને પ્રાપ્ત થશે.-એ સંભાવનારૂપ કર્તવ્ય અર્થનો ઉપદેશ સમજવો. માટે હું ભવ્યજીવો! આને ભણો, સાંભળો અને વારંવાર ચિતવનરૂપ ભાવના કરો. હવે અંતમંગળ કરે છે:तिहुयणपहाणम्रामि कुमारकाले वि तविय तवयरणं। वसुपुजसुयं मल्लिं चरिमतियं संथुवे णिचं ।। ४९१ ।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345