Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 333
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬ ] [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા त्रिभुवनप्रधानस्वामिनं कुमारकाले अपि तप्ततपश्चरणम् । वसुपूज्यसुतं मल्लिं चरमत्रिकं संस्तुवे नित्यम् ।। ४९९ ।। અર્થ:- ત્રણ ભુવનના પ્રધાનસ્વામી શ્રી તીર્થંકરદેવ કે જેમણે કુમારકાળમાં જ તપશ્ચરણ ધારણ કર્યું એવા વસુપૂજ્ય રાજાના પુત્ર વાસુપૂજિન તથા મિજિન અને ચરમત્રિક અર્થાત્ છેલ્લા ત્રણનેમિનાથજિન, પાર્શ્વનાથજિન, વર્ધમાનજિન એ પાંચ જિનોને હું નિત્ય સ્તવું છું, તેમનો ગુણાનુવાદ કરું છું-વંદું છું. ભાવાર્થ:- એ પ્રમાણે કુમા૨શ્રમણ જે પાંચ તિર્થંકર છે તેમનું સ્તવન- નમસ્કારરૂપ અંતમંગળ કર્યું છે. અહીં એમ સૂચવે છે કે પોતે કુમારઅવસ્થામાં મુનિ થયા છે તેથી તેમને કુમા૨તીર્થંકરો પ્રત્યે વિશેષ પ્રીતિ ઉત્પન્ન થઈ છે અને એટલા માટે તેમના નામરૂપ અહીં અંતમંગળ કર્યું છે. એ પ્રમાણે શ્રી સ્વામિકાર્તિકેયમુનિએ રચેલો આ અનુપ્રેક્ષાગ્રંથ સમાસ થયો. હવે આ વનિકા થવાનો સંબંધ લખીએ છીએ: (દોહરો ) સ્વામિકુમાર કૃત, તેહની, પ્રાકૃત દેશવચનિકા અનુપ્રેક્ષા ભણો શુભ ગ્રંથ; લાગો શિવપંથ. ૧ ( ચોપાઈ ) દેશ ઢુંઢાડ જયપુર સ્થાન, જગતસિંહ નૃપરાજ મહાન; ન્યાયબુદ્ધિ તેને નિત રહે, તેના મહિમાને કવિ કહે. ૨ તેનો મંત્રી બહુગુણવાન, તેનાથી મંત્ર રાજસુવિધાન; ઇતિ-ભીતિ લોકને નાહિ, જો વ્યાપે તો ઝટ દૂર થાઈ. ૩ ધર્મભેદ સૌ મતના ભલે, પોતપોતાના ઇષ્ટથી ચલે; જૈનધર્મની કથની તણી, ભક્તિ-પ્રીતિ જૈનોને ઘણી. ૪ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345