Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 325
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮] [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા ઉપાધ્યાયનો ૩, અને મુનિનો , એ પ્રમાણે “3+ અને ૩+ + =35' એવો ધ્વનિ સિદ્ધ થાય છે. એ મંત્રવાકયોને ઉચ્ચારણરૂપ કરી મનમાં તેનું ચિતવનરૂપ ધ્યાન કરે, એનો વાચ્ય અર્થ જે પરમેષ્ઠી તેનું અનંતજ્ઞાનાદિ સ્વરૂપ વિચારી ધ્યાન કરે તથા અન્ય પણ બાર હજાર શ્લોકપ્રમાણ નમસ્કારગ્રંથ અનુસાર તથા લઘુબૃહસિદ્ધચક્ર અને પ્રતિષ્ઠાગ્રંથોમાં મંત્રો કહ્યા છે તેનું ધ્યાન કરે. એ મંત્રોનું કેટલુંક કથન સંસ્કૃત-ટીકામાં છે ત્યાંથી જાણવું, અહીં તો માત્ર સંક્ષેપમાં લખ્યું છે. એ પ્રમાણે પદસ્થધ્યાન છે. વળી “પિંડ' નામ શરીરનું છે, ત્યાં પુરુષાકાર અમૂર્તિક અનંત ચતુષ્ટયયુક્ત જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું આત્માનું ચિંતવન કરવું તે પિંડસ્થધ્યાન છે. વળી “રૂપ” અર્થાત્ સમવસરણમાં ઘાતિકર્મ રહિત, ચોત્રીસ અતિશય અને આઠ પ્રાતિહાર્ય સહિત, અનંત ચતુષ્ટયમંડિત, ઇન્દ્રાદિ દેવો દ્વારા પૂજ્ય તથા પરમૌદારિકશરીરયુક્ત એવા અરિહંતને ધ્યાવે, તથા એવો જ સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરીને પોતાને ધ્યાવે તે રૂપસ્થધ્યાન છે. વળી દેહ વિના, બાહ્ય અતિશયાદિ વિના, સ્વ-પરના ધ્યાતાધ્યાન-ધ્યેયના ભેદ વિના, સર્વ વિકલ્પરહિત પરમાત્મસ્વરૂપમાં તલ્લીનતાને પ્રાપ્ત થાય તે રૂપાતીતધ્યાન છે. આવું ધ્યાન સાતમા ગુણસ્થાનમાં હોય ત્યારે મુનિ શ્રેણિ માંડ છે, તથા આ ધ્યાન વ્યક્ત રાગ સહિત ચોથા ગુણસ્થાનથી માંડી સાતમાં ગુણસ્થાન સુધી અનેક ભેદરૂપ પ્રવર્તે છે. હવે પાંચ ગાથામાં શુક્લધ્યાન કહે છે - अरहंता असरीरा आयरिया तह उवज्झया मुणिणो। पढमक्खरणिप्पण्णो ओंकारो पंचपरमेट्ठी।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345