Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 324
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates દ્વાદશતપ ] [ ૨૯૭ થાય તેના તેવા સ્વરૂપનું ચિંતવન કરે તે વિપાકવિચય છે. અને લોકના સ્વરૂપનું ચિંતવન કરે તે સંસ્થાનવિચય છે. ૧ વળી આ ધર્મધ્યાન દશપ્રકારથી પણ કહ્યું છે-અપાયવિચય, ઉપાયવિચય, જીવવિચય, આજ્ઞાવિચય, વિપાકવિચય, અજીવવિચય, હેતુવિચય, વિરાગવિચય, ભવિચય અને સંસ્થાનવિચય. એ પ્રમાણે આ દશેનું ચિંતવન છે તે આ ચારે ભેદોના વિશેષભેદ છે. વળી પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત-એવા ચાર ભેદરૂપ પણ ધર્મધ્યાન હોય છે. ત્યાં પદ તો અક્ષરોના સમુદાયનું નામ છે અને તે પરમેષ્ઠીવાચક અક્ષર છે જેની મંત્ર સંજ્ઞા છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ઠીનું ચિંતવન કરે ત્યાં તે અક્ષરમાં એકાગ્રચિત્ત થાય તેને તેનું ધ્યાન કહે છે. ત્યાં નમોકારમંત્રના પાંત્રીસ અક્ષરો પ્રસિદ્ધ છે; તેમાં મનને જોડે તથા તે જ મંત્રના ભેદરૂપ ટૂંકામાં સોળ અક્ષરો છે. ‘અરહંતસિદ્ધ-આયરિય-ઉવઝાય-સાહૂઁ' એ સોળ અક્ષર છે તથા તેના જ ભેદરૂપ ‘અરહંત-સિદ્ધ' એ છ અક્ષર છે અને તેના જ સંક્ષેપમાં અ-સિ-આ-ઉ-સા ' એ આદિ અક્ષરરૂપ પાંચ અક્ષર છે; અરહંત એ ચાર અક્ષર છે, ‘સિદ્ધ’ વા અ’ એ બે અક્ષર છે. ‘ૐ’ એ એક અક્ષર છે. તેમાં પરમેષ્ઠીના સર્વ આદિ અક્ષરો છે. અ૨હંતનો ઞ, અશરીરી જે સિદ્ધ તેનો અ, આચાર્યનો આ, ૨ " ' पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिन्तनम्। रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम्।। णमो अरहंताणं णमो सिद्धांण णमो आइरियाणं । णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ।। अर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यो नमः। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com ૬. ૨.

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345