Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 300
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates દ્વાદશતપ ] [ ૨૭૩ એમ આહારની પણ મર્યાદા કરે, ઇત્યાદિક વૃત્તિની સંખ્યા-ગણનામર્યાદા મનમાં વિચારી એ જ પ્રમાણે (આહાર) મળે તો જ લે, બીજા પ્રકારે ન લે. વળી આહાર લે તો ગાય વગેરે પશુની માફક આહાર કરે અર્થાત્ જેમ ગાય આમતેમ જોયા સિવાય માત્ર ચારો ચરવા તરફ જ દૃષ્ટિ રાખે છે તેમ (મુનિ આહાર) લે તેને વૃત્તિપરિસંખ્યાનતપ કહે છે. ભાવાર્થ:- ભોજનની આશાનો નિરાસ કરવા સારું આ તપ કરવામાં આવે છે, કારણ સંકલ્પ અનુસાર વિધિ મળી જવી એ દૈવયોગ છે અને એવું મહાન કઠણ તપ મહામુનિ કરે છે. હવે રસપરિત્યાગતપ કહે છે: संसारदुक्खतट्ठो विससमविसयं विचिंतमाणो जो । णीरसभोजं भुंजइ रसचाओ तस्स सुविसुद्धो ।। ४४६ ।। संसारदुःखत्रस्तः विषसमविषयं विचिन्तयन् यः । नीरसभोज्यं भुंक्ते रसत्यागः तस्य सुविशुद्धः ।। ४४६ ।। અર્થ:- જે મુનિ સંસારદુઃખથી ભયભીત થઈ આ પ્રમાણે વિચારે છે કે- ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા છે, વિષ ખાતાં તો એક વાર મરણ થાય પણ વિષયરૂપ વિષથી ઘણાં જન્મ-મરણ થાય છે. એમ વિચારી જે નીરસભોજન કરે છે તેને રસપરિત્યાગતપ નિર્મળ થાય છે. ભાવાર્થ:- ૨સ છ પ્રકારના છે-ઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ અને દૂધ એવા તથા ખાટો, ખારો, મીઠો, કડવો, તીખો અને કષાયલો એ પણ રસ છે. તેનો ભાવનાનુસાર ત્યાગ કરવો અર્થાત્ १. खीरदधिसप्पितेलं गुडलवणाणं च जं परिच्चयणं। तित्तकडुकसायंबिलं मधुररसाणं च जं चयणं ।। મૂલાધાર-પંચાચારાધિકાર, ગા. ૧૫૫ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345