Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 309
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨] ( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા विनयः पंचप्रकार: दर्शनज्ञाने तथा चारित्रे च। द्वादशभेदे तपसि उपचारः बहुविधः ज्ञेयः।। ४५६ ।। અર્થ- વિનયના પાંચ પ્રકાર છે. દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો, બાર ભેદરૂપ તપનો વિનય તથા બહુવિધ ઉપચારવિનય. दसणणाणचरित्ते सुविसुद्धो जो हवेइ परिणामो। बारसभेदे वि तवे सो चिय विणओ हवे तेसिं।। ४५७।। दर्शनज्ञानचारित्रे सुविशुद्धः यः भवति परिणामः। द्वादशभेदे अपि तपसि सः एव विनयः भवेत् तेषाम्।। ४५७।। અર્થ:- દર્શન-જ્ઞાન-ચારિત્રમાં તથા બાર ભેદરૂપ તપમાં જે વિશુદ્ધપરિણામ થાય છે તે જ તેમનો વિનય છે. ભાવાર્થ- સમ્યગ્દર્શનના શંકાદિક અતિચારરહિત પરિણામ થાય તે દર્શનવિનય છે, જ્ઞાનનો સંશયાદિરહિત પરિણામે અષ્ટાંગ અભ્યાસ કરવો તે જ્ઞાનવિનય છે, અતિચારરહિત અહિંસાદિ પરિણામપૂર્વક ચારિત્રનું પાલન કરવું તે ચારિત્રવિનય છે, એ જ પ્રમાણે તપોનાં ભેદોને નિરખી-દેખી નિર્દોષ તપ પાલન કરવું તે તપવિનય છે. रयणत्तयजुत्ताणं अणुकूलं जो चरेदि भत्तीए। भिच्चो जह रायाणं उवयारो सो हवे विणओ।। ४५८ ।। रत्नत्रययुक्तानां अनुकूलं यः चरति भक्त्या। भृत्यः यथा राज्ञां उपचार: सः भवेत् विनयः।। ४५८ ।। અર્થ - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયના ધારક મુનિજનોનું અનુકૂળ ભક્તિપૂર્વક અનુચરણ કરે, જેમ રાજાનો નોકર રાજાને અનુકૂળ પ્રવર્તે છે તેમ, તે ઉપચારવિનય છે. ભાવાર્થ- જેમ રાજાનો ચાકર-કિંકરલોક રાજાને અનુકૂળ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345