Book Title: Swami Kartikeyanupreksha
Author(s): Somchand Amthalal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 321
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪] [સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા धर्मः वस्तुस्वभावः क्षमादिभावः च दशविधः धर्मः । रत्नत्रयं च धर्मः जीवानां रक्षणं ધર્મ:।।૪૭૮।। અર્થ:- વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, જેમ જીવનો જે દર્શનજ્ઞાનસ્વરૂપ ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. વળી દસ પ્રકારના ક્ષમાદિ ભાવ તે પણ ધર્મ છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે તે ધર્મ છે તથા જીવોની રક્ષા કરવી તે પણ ધર્મ છે. ભાવાર્થ:- અભેદવિવક્ષાથી તો વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ છે અર્થાત્ જીવનો ચૈતન્યસ્વભાવ છે તે જ તેનો ધર્મ છે, ભેદવિવક્ષાથી ઉત્તમક્ષમાદિ દશલક્ષણ તથા રત્નત્રયાદિક છે તે ધર્મ છે. નિશ્ચયથી પોતાના ચૈતન્યની રક્ષા કરવી અર્થાત્ વિભાવપરિણતિરૂપ ન પરિણમવું તે ધર્મ છે તથા વ્યવહા૨થી ૫૨જીવોને વિભાવરૂપ દુઃખકલેશરૂપ ન કરવા અર્થાત્ તેના જ ભેદરૂપ અન્ય જીવોને પ્રાણાંત ન કરવા તે પણ ધર્મ છે. હવે કેવા જીવને ધર્મધ્યાન હોય તે કહે છે: धम्मे यग्गमणो जो णवि वेदेदि पंचहा-विसयं । वेरग्गमओ णाणी धम्मज्झाणं हवे तस्स ।। ४७९ ।। धर्मे एकाग्रमनाः यः नैव वेदयति पंचधाविषयम्। वैराग्यमयः ज्ञानी धर्मध्यानं भवेत् तस्य ।। ४७९।। અર્થ:- જે જ્ઞાનીપુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત થઈ વર્તે, પાંચે ઇન્દ્રિયોના વિષયોને ન વેઠે ( અનુભવે ) તથા વૈરાગ્યમય હોય તે જ્ઞાનીને ધર્મધ્યાન હોય છે. ભાવાર્થ:- ધ્યાનનું સ્વરૂપ એક શૈયમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે છે. જે પુરુષ ધર્મમાં એકાગ્રચિત્ત કરે છે તે કાળમાં તે ઇન્દ્રિયવિષયોને વેદતો નથી અને તેને જ ધર્મધ્યાન હોય છે. તેનું મૂળ કારણ સંસારદે–ભોગથી વૈરાગ્ય છે, કારણ કે વૈરાગ્ય વિના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345