________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે :- અદ્ધાપલ્યના અદ્ગછેદોના અસંખ્યાતમાં ભાગના પ્રમાણનું વિરલન કરી એક એક ઉપર ઘનાંગુલ આપી પરસ્પર ગુણતાં જે રાશિ આવે તે જગશ્રેણિ છે, જગશ્રેણિનો વર્ગ છે તે જગપ્રતર છે અને જગત્યેણિનું ઘન છે તે જગતઘન છે. તે જગતઘન સાત રાજા લાંબો, પહોળો, ઉંચો છે. એ પ્રમાણે લોકના પ્રદેશોનું પ્રમાણ છે અને તે પણ મધ્યમ અસંખ્યાતનો ભેદ છે. એ પ્રમાણે અહીં સંક્ષેપમાં ગણિત કહ્યું; વિશેષતાપૂર્વક તો તેનું કથન ગોટસાર ને ત્રિલોકસારમાંથી જાણવું.
દ્રવ્યમાં સૂક્ષ્મ તો પુદ્ગલપરમાણુ, ક્ષેત્રમાં આકાશનો પ્રદેશ, કાળમાં સમય તથા ભાવમાં અવિભાગપ્રતિચ્છેદ. એ ચારેને પરસ્પર પ્રમાણ સંજ્ઞા છે. અલ્પમાં અલ્પ તો આ પ્રમાણે છે તથા વધારેમાં વધારે દ્રવ્યમાં તો મહાત્કંધ, ક્ષેત્રમાં આકાશ, કાળમાં ત્રણે કાળ તથા ભાવમાં કેવલજ્ઞાન જાણવું. કાળમાં એક આવલીના જઘન્યયુક્તાસંખ્યાત સમય છે, અસંખ્યાત આવલીનું એક મુહૂર્ત છે, ત્રીસ મુહૂર્તનો એક રાત્રિદિવસ છે, ત્રીસ રાત્રિદિવસનો એક માસ છે અને બાર માસનું એક વર્ષ છે. ઇત્યાદિ જાણવું.
હવે પ્રથમ જ લોકાકાશનું સ્વરૂપ કહે છે :सव्वायासमणंतं तस्स य बहुमज्झसंट्ठिओ लोओ। सो केण वि णेव कओ ण य धरिओ हरिहरादीहिं।। ११५ ।। सर्वाकाशमनन्तं तस्य च बहुमध्यसंस्थितः लोकः। सः केन अपि नैव कृतः न च धृतः हरिहरादिभिः।। ११५ ।।
અર્થ:- આકાશદ્રવ્યનો ક્ષેત્ર-પ્રદેશ અનંત છે. તેના અતિ મધ્યદેશમાં અર્થાત્ વચ્ચોવચ્ચેના ક્ષેત્રમાં રહે છે તે લોક છે. તે (લોક) કોઈએ કર્યો નથી તથા કોઈ હરિહરાદિએ ધારેલો વા રાખેલો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com