________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા पंचेंदियणाणाणं मज्झे एगं होदि उवजुत्तं। मणणाणे उवजुत्ते इंदियणाण ण जाएदि।। २५९ ।। पञ्चेन्द्रियज्ञानानां मध्ये एकं च भवति उपयुक्तम्। मनोज्ञाने उपयुक्ते इन्द्रियज्ञानं न जायते।। २५९ ।।
અર્થ- પાંચ ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે પણ તેમાંથી કોઈ એક ઇન્દ્રિયદ્વારથી જ્ઞાન ઉપયુક્ત ( જોડાવું ) થાય છે પરંતુ પાંચે એકસાથએકકાળે ઉપયુક્ત થતાં નથી. વળી મનોજ્ઞાનથી ઉપયુક્ત થાય ત્યારે ઇન્દ્રિયજ્ઞાન ઊપજતું નથી.
ભાવાર્થ- ઇન્દ્રિય-મન સંબંધી જ્ઞાનની પ્રવૃત્તિ યુગપત્ (એકસાથ) થતી નથી પણ એક કાળમાં એક જ જ્ઞાનથી ઉપયુક્ત થાય છે. જ્યારે આ જીવ ઘટને જાણતો હોય ત્યારે તે કાળમાં પટને જાણતો નથી. એ પ્રમાણે એ જ્ઞાન ક્રમરૂપ છે.
હવે, ઇન્દ્રિય-મનસંબંધી જ્ઞાનની ક્રમથી પ્રવૃત્તિ કહી તો ત્યાં આશંકા થાય છે કે ઇન્દ્રિયોનું જ્ઞાન એક કાળમાં છે કે નહિ? એ આશંકાને દૂર કરવા કહે છે:एके काले एगं णाणं जीवस्स होदि उवजुत्तं। णाणाणाणाणि पुणो लद्धिसहावेण वुचंत्ति।। २६०।। एकस्मिन् काले एकं ज्ञानं जीवस्य भवति उपयुक्तम्। नानाज्ञानानि पुनः लब्धिस्वभावेन उच्यन्ते।।२६०।।
અર્થ - જીવને એક કાળમાં એક જ જ્ઞાન ઉપયુક્ત અર્થાત ઉપયોગની પ્રવૃત્તિ થાય છે; અને લબ્ધિસ્વભાવથી એક કાળમાં નાનાં જ્ઞાન કહ્યાં છે.
ભાવાર્થ- ભાવઈન્દ્રિય બે પ્રકારની કહી છે. એક લબ્ધિરૂપ તથા બીજી ઉપયોગરૂપ. ત્યાં જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી આત્મામાં જાણવાની શક્તિ થાય તેને લબ્ધિ કહે છે અને તે તો પાંચ ઇન્દ્રિય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com