________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૩૭ અર્થ- સંસાર અર્થાત્ પરિભ્રમણ છે તે પાંચ પ્રકારનું છે. (૧) દ્રવ્ય અર્થાત્ પુદ્ગલદ્રવ્યમાં ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ, (૨) ક્ષેત્ર અર્થાત્ આકાશપ્રદેશોમાં સ્પર્શવારૂપ પરિભ્રમણ, (૩) કાળ અર્થાત કાળના સમયોમાં ઊપજવા-વિનશવારૂપ પરિભ્રમણ, (૪) ભવ અર્થાત્ નરકાદિ ભવોના ગ્રહણ-ત્યાગરૂપ પરિભ્રમણ અને (૫) ભાવ અર્થાત પોતાને કષાય-યોગસ્થાનરૂપ ભેદોના પલટવારૂપ પરિભ્રમણ:એ પ્રમાણે પાંચ પ્રકારરૂપ સંસાર જાણવો.
હવે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ દ્રવ્યપરાવર્તન કહે છે :बंधदि मुंचदि जीवो पडिसमयं कम्मपुग्गला विविहा। णोकम्मपुग्गला वि य मिच्छत्तकसायसंजुत्तो।।६७।।
बघ्नाति मुञ्चति जीव: प्रतिसमयं कर्मपुद्गलान् विविधान्। नोकर्मपुद्गलान् अपि च मिथ्यात्वकषायसंयुक्तः।। ६७।।
અર્થ- આ જીવ, આ લોકમાં રહેલાં જે અનેક પ્રકારનાં જ્ઞાનાવરણાદિ કર્મપુદ્ગલો તથા ઔદારિકાદિ શરીરરૂપ નોકર્મપુદ્ગલોને મિથ્યાત્વ-કપાયો વડે સંયુક્ત થતો થકો સમયે સમયે બાંધે છે અને છોડે છે.
ભાવાર્થ:- મિથ્યાત્વ-કપાયવશ જ્ઞાનાવરણાદિ કર્મોના સમયપ્રબદ્ધને અભવ્યરાશિથી અનંત ગુણા તથા સિદ્ધરાશિથી અનંતમા ભાગે પુદ્ગલપરમાણુઓના સ્કંધરૂપ કાર્મણ વર્ગણાઓને (આ સંસારી જીવ) સમયે સમયે ગ્રહણ કરે છે તથા પૂર્વે જે ગ્રહણ કરી હતી કે જે સત્તામાં છે તેમાંથી એટલી જ (કર્મવર્ગણાઓ) સમયે સમયે ખરી જાય છે. વળી એ જ પ્રમાણે ઔદારિકાદિ શરીરોના સમયપ્રબદ્ધો શરીરગ્રહણના સમયથી માંડીને આયુસ્થિતિ સુધી ગ્રહણ કરે છે વા છોડે છે. એ પ્રમાણે અનાદિકાળથી માંડી અનંત વાર (કર્મ-નોકર્મ પુદ્ગલોનું) ગ્રહણ કરવું વા છોડવું થયા જ કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com