________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[૪૧
અર્થ:- ભાવસંસારમાં વર્તતો સંજ્ઞી જીવ અનેક પ્રકારનાં કર્મોના સ્થિતિબંધના તથા અનુભાગબંધના કારણરૂપ અનેક પ્રકારના કષાયોરૂપે પરિણમે છે.
ભાવાર્થ:- કર્મોના એક સ્થિતિબંધના કારણરૂપ કષાયોનાં સ્થાનક અસંખ્યાતલોકપ્રમાણ છે. તેમાં એક સ્થિતિબંધસ્થાનમાં અનુભાગબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન અસંખ્યાતલોકપ્રમાણ છે. વળી યોગસ્થાન છે તે જગતશ્રેણીના અસંખ્યાતમા ભાગે છે. તેને આ જીવ પરિવર્તન કરે છે. તે કેવી રીતે ? કોઈ સંગ઼ી મિથ્યાદષ્ટિ પર્યાપ્ત જીવ પોતાને યોગ્ય સર્વજઘન્ય જ્ઞાનાવરણ કર્મપ્રકૃતિની સ્થિતિ અંતઃકોડાકોડી સાગર પ્રમાણ બાંધે, તેનાં કષાયસ્થાન અસંખ્યાત લોકમાત્ર છે. તેમાં સર્વ જઘન્યસ્થાન એકરૂપ પરિણમે. તેમાં તે એક સ્થાનમાં અનુભાગબંધના કારણરૂપ સ્થાન એવા અસંખ્યાતલોકપ્રમાણ છે, તેમાંથી એક (સ્થાન ) સર્વજઘન્યરૂપ પરિણમે, ત્યાં તેને યોગ્ય સર્વજઘન્ય યોગસ્થાનરૂપ પરિણમે ત્યારે જ જગતશ્રેણીના અસંખ્યાતમા ભાગનાં યોગસ્થાન અનુક્રમથી પૂર્ણ કરે; પણ વચમાં અન્ય યોગસ્થાનરૂપ પરિણમે તે અહીં ગણતરીમાં નથી. એ પ્રમાણે યોગસ્થાન પૂર્ણ થતાં અનુભાગસ્થાનનું બીજું સ્થાન પરિણમે. ત્યાં પણ એ જ પ્રમાણે સર્વ યોગસ્થાન પૂર્ણ કરે. ત્યાર પછી ત્રીજું અનુભાગસ્થાન થાય. ત્યાં પણ તેટલાં જ યોગસ્થાન ભોગવે. એ પ્રમાણે અસંખ્યાતલોકપ્રમાણ અનુભાગસ્થાન અનુક્રમે પૂર્ણ કરે ત્યારે બીજું કષાયસ્થાન લેવું. ત્યાં પણ ઉપર કહેલા ક્રમપૂર્વક અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગસ્થાન તથા જગતશ્રેણીના અસંખ્યાતમા ભાગનાં યોગસ્થાન પૂર્વોક્ત ક્રમપૂર્વક ભોગવે, ત્યારે ત્રીજું કષાયસ્થાન લેવું; એ પ્રમાણે ચોથું- પાંચમું છઠ્ઠું આદિ અસંખ્યાતલોકપ્રમાણ કષાયસ્થાન પૂર્વોક્ત ક્રમપૂર્વક પૂર્ણ કરે ત્યારે એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com