________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- જીવ એકલો જ અનેક અનેક અવસ્થાઓને ધારણ કરે છે. इक्को संचदि पुण्णं इक्को भुंजेदि विविहसुरसोक्खं। इक्को खवेदि कम्मं इक्को वि य पावए मोक्खं ।। ७६ ।। एक: संचिनोति पुण्यं एक: भुनक्ति विविधसुरसौख्यं । एक: क्षपति कर्म एक: अपि च प्राप्नोति मोक्षम्।। ७६ ।।
અર્થ- જીવ એકલો જ પુણનો સંચય કરે છે, જીવ એકલો જ દેવગતિનાં સુખ ભોગવે છે, જીવ એકલો જ કર્મનો ક્ષય કરે છે, અને જીવ એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- જીવ એકલો જ પુણ્યોપાર્જન કરી સ્વર્ગ જાય છે અને જીવ એકલો જ કર્મનાશ કરી મોક્ષ જાય છે. सुयणो पिच्छंतो वि हु ण दुक्खले पि सक्कदे गहिदुं। एवं जाणंतो वि हु तो वि ममत्तं ण छंडेइ।। ७७।। स्वजनः पश्यन्नपि स्फुटं न दुःखलेशं अपि शक्नोति ग्रहीतुम्। एवं जानन् अपि स्फुटं ततः अपि ममत्वं न त्यजति।।७७।।
અર્થ- સ્વજન અર્થાત કુટુંબી છે તે પણ આ જીવને દુઃખ આવતાં તથા તેને દેખવા છતાં પણ, તે દુઃખને લેશ પણ ગ્રહણ કરવાને અસમર્થ થાય છે. આ પ્રમાણે પ્રગટપણે જાણવા છતાં પણ આ જીવ કુટુંબ પ્રત્યેનું મમત્વ છોડતો નથી.
ભાવાર્થ- પોતાને થતું દુઃખ પોતે જ ભોગવે છે, તેમાં કોઈ ભાગીદાર બની શકતું નથી; છતાં આ જીવને એવું અજ્ઞાન છે કે દુઃખ સહતો છતાં પણ પરના મમત્વને છોડતો નથી.
હવે કહે છે કે આ જીવને નિશ્ચયથી એક ધર્મ જ શરણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com