________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા - હવે ત્યાં એક પરાવર્તનના પ્રારંભમાં પ્રથમ સમયના સમયપ્રબદ્ધમાં જેટલા પુદ્ગલપરમાણુને જેવા સ્નિગ્ધ-રૂક્ષ-વર્ણ-ગંધરસ-સ્પર્શ તીવ્ર-મંદમધ્યમ ભાવથી ગ્રહ્યા હોય તેટલા જ તેવી રીતે કોઈ સમયે ફરી ગ્રહણમાં આવે ત્યારે એક કર્મનો કર્મ પરાવર્તન થાય છે, પણ વચ્ચે અનંત વાર અન્ય પ્રકારના પરમાણુ ગ્રહણ થાય તેને અહીં ન ગણવા; એવી રીતે જેવા ને તેવા જ (કર્મનો કર્મ પરમાણુઓને) ફરીથી ગ્રહણ થવાને અનંતકાળ જાય છે. તેને એક દ્રવ્યપરાવર્તન કહીએ છીએ. એ પ્રમાણે આ જીવે આ લોકમાં અનંતાં પરાવર્તન કર્યા.
હવે ક્ષેત્રપરાવર્તન કહે છે - सो को वि णत्थि देसो लोयायासस्स णिरवसेसस्स। जत्थ ण सव्वो जीवो जादो मरिदो य बहुवारं ।। ६८।। सः कः अपि नास्ति देश: लोकाकाशस्य निरवशेषस्य। यत्र न सर्व: जीवः जातः मृतः च बहुवारम्।। ६८।।
અર્થ- આ સમગ્ર લોકાકાશનો એવો કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં આ સર્વ સંસારી જીવો અનેક વાર ઊપજ્યા-મર્યા ન હોય.
ભાવાર્થ- સર્વ લોકાકાશના પ્રદેશોમાં આ જીવ અનંત વાર ઊપજ્યો-મર્યો છે. એવો એક પણ પ્રદેશ બાકી રહ્યો નથી કે જ્યાં (આ જીવ) ન ઊપજ્યો-મર્યો હોય. અહીં આ પ્રમાણે સમજવું કે લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. તેના મધ્યના આઠ પ્રદેશને વચમાં લઈને સૂક્ષ્મનિગોદલબ્ધઅપર્યાપક જઘન્ય અવગાહના ધારણ કરી જીવ ઊપજે છે. હવે તેની અવગાહના પણ અસંખ્યાત પ્રદેશ છે. તે જેટલા પ્રદેશ છે તેટલી વાર તો ત્યાં જ એ જ અવગાહના પામે છે, વચ્ચે અન્ય જગ્યાએ અન્ય અવગાહનાથી (જીવ) ઊપજે તેની અહીં ગણતરી નથી. ત્યાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com