________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અન્યને ગ્રહણ કરે; વળી પાછો નવું શરીર ગ્રહણ કરી, પાછો તેને પણ છોડી, અન્યને ગ્રહણ કરે; એ પ્રમાણે ઘણી વાર (શરીરને) ગ્રહણ કર્યા જ કરે તે જ સંસાર છે.
ભાવાર્થ- એક શરીરથી અન્ય શરીરની પ્રાપ્તિ થયા કરે તે જ સંસાર છે.
હવે એ પ્રમાણે સંસારમાં સંક્ષેપથી ચાર ગતિ છે તથા અનેક પ્રકારનાં દુઃખ છે. ત્યાં પ્રથમ જ નરકગતિનાં દુઃખોને છ ગાથાઓ દ્વારા કહે છે:
નરકગતિનાં દુઃખો पाव-उदयेण णरए जायदि जीवो सहेदि बहदुक्खं । पंचपयारं विविहं अणोवमं अण्णदुक्खेहिं।। ३४।। पापोदयेन नरके जायते जीव: सहते बहुदुःखम्। पंचप्रकारं विविधं अनौपम्यं अन्यदुःखैः।। ३४।।
અર્થ - પાપના ઉદયથી આ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પાંચ પ્રકારનાં વિવિધ ઘણાં દુઃખ સહન કરે છે, જેમને તિર્યંચાદિ અન્ય ગતિઓનાં દુઃખોની ઉપમા આપી શકાતી નથી.
ભાવાર્થ- જે જીવોની હિંસા કરે છે, જૂઠ બોલે છે, પરધન હરણ કરે છે, પરનારીને વાંચ્છે છે, ઘણા આરંભ કરે છે, પરિગ્રહમાં આસક્ત છે, ઘણો ક્રોધી, તીવ્ર માની, અતિ કપટી, અતિકઠોરભાષી, પાપી, ચુગલીખોર, (અતિ ) કૃપણ, દેવશાસ્ત્રગુરુનિંદક, અધમ, દુર્બુદ્ધિ, કૃતઘી અને ઘણો જ શોક-દુઃખ કરવાની જ જેની પ્રકૃતિ છે એવો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અનેક પ્રકારનાં દુઃખને સહે છે.
હવે ઉપર કહેલાં પાંચ પ્રકારના દુઃખ ક્યાં ક્યાં છે તે કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com