________________
પહેલું વ્રત
વિશેષાર્થ :
* પઢને વધુવયમ્મી - પ્રથમ અણુવ્રતમાં,
સમ્યક્ત્વમૂલ બાર વ્રતમાં “સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત' પ્રથમ વ્રત છે. તે સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ અને મુખ્ય વ્રત છે, તેથી તેનો પ્રથમ વ્રત તરીકે ઉલ્લેખ કર્યો છે. આ વ્રતના પાલનથી જે “અહિંસકભાવ' પ્રગટ થાય છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે, તે ‘અહિંસકભાવ' જ વાસ્તવમાં આત્માનો શુદ્ધ ભાવ છે. આ ભાવની સુરક્ષા કરવા જ અન્ય વ્રતોનું વિધાન છે. ખેતરમાં પાકેલા પાકની સુરક્ષા માટે જેમ વાડની જરૂર છે, તેમ “અહિંસકભાવની સુરક્ષા માટે જ બાકીનાં અગિયાર વ્રતોનું પાલન છે.
-પાપફવાય-વિરગો - સ્થૂલ પ્રાણાતિપાતની વિરતિથી. ધૂળ એટલે સ્કૂલ, મોટા. પા એટલે પ્રાણને ધારણ કરનારા જીવો. અફવા એટલે વિનાશ અને વિર એટલે અટકવું. આમ, સામાન્યથી મન-વચનકાયાથી જીવોની મોટી હિંસાથી અટકવાનો-પાછા ફરવાનો સંકલ્પ, એ “સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે.
હિંસાના પ્રકાર :
જૈનશાસનમાં હિંસાના બે પ્રકારો જણાવ્યા છે.
(૧) દ્રવ્યહિંસા (૨) ભાવહિંસા. . (૧) દ્રવ્યહિંસા જીવોના દ્રવ્યપ્રાણોનો નાશ કરવો એ જીવની દ્રવ્યહિંસા છે.
જીવોને વધુમાં વધુ દસ પ્રાણ હોય છે. તેમાંથી કોઈ પણ પ્રાણનો નાશ કરવો તે દ્રવ્યહિંસા છે.
(૨) ભાવહિંસા: જ્ઞાન, દર્શન, ચારિત્ર કે સમતાદિ ગુણો તે આત્માના ભાવ
1. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ,
આયુષ્ય અને શ્વાસોશ્વાસ-એમ જીવોને વધુમાં વધુ દસ પ્રાણો હોય છે. તેમાં એકેન્દ્રિય જીવોને ૪, બેઇન્દ્રિયને ક, તેઈન્દ્રિયને ૭, ચઉરિન્દ્રિયને ૮, અસંજ્ઞી પંચેન્દ્રિયને ૯ અને સંજ્ઞી પંચેન્દ્રિયને ૧૦ પ્રાણ હોય છે.