________________
૧૧૬
સૂત્રસંવેદના-૪
ભાવોથી વિશેષ વિકૃત બને છે. મૈથુનનો ત્યાગ કરી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાથી આ રીતે થતી દ્રવ્ય-ભાવહિંસાથી બચી જવાય છે.
ગારિયમપળે સ્થ પમાય પ્રસંગો - પ્રસાદના કારણે અપ્રશસ્તભાવનો ઉદય થયે છતે અહીં ચોથા વ્રતમાં (જે કાંઈ) વિપરીત આચરણ કર્યું હોય (તેનું હું પ્રતિક્રમણ કરું છું.).
વ્રતનું અણીશુદ્ધ પાલન કરવાનો સંકલ્પ કર્યો હોવા છતાં અનાદિકાળથી અભ્યસ્ત પ્રમાદ ક્યારેક વ્રતની મર્યાદા ચુકાવી દે છે, અને ખોટા ભાવો પ્રગટાવે છે. આ અપ્રશસ્તભાવોથી જે અતિચારોનું સેવન થઈ જાય છે, તેનાથી બચવા ખાસ બ્રહ્મચર્યના પાલનથી થતા ફાયદા અને અબ્રહ્મથી થતાં નુકસાનોને વિચારી મનને એવું તૈયાર કરવું જોઈએ કે તે પ્રમાદમાં પડે જ નહિ. બ્રહ્મચર્યપાલનનાં ફળ તેમ જ અબ્રહ્મથી થતાં નુકસાન
ક્રોડી સોનૈયાના દાનથી કે સુવર્ણમય જિનભવન કરવા કરતાંય અપેક્ષાએ નિર્મળ બ્રહ્મચર્યના પાલનમાં શાસ્ત્રકારોએ વધુ લાભ કહ્યો છે. જેઓ દુષ્કર એવું બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેઓને દેવતાઓ પણ નમે છે.
ઉત્તમ ઠકુરાઈ, અખૂટ ધન-ધાન્યાદિ ઋદ્ધિ, રાજ્ય, નિર્મળ કીર્તિ, તેજસ્વી ઇન્દ્રિયો, નિર્વિકારી બળ, સ્વર્ગનાં સુખો અને અંતે અલ્પકાળમાં મોક્ષ એ બધું નિર્મળ બ્રહ્મચર્ય પાળવાથી પ્રાપ્ત થાય છે.
योनियन्त्रसमुत्पन्नाः, सुसूक्ष्मा जन्तुराशयः । पीड्यमाना विपद्यन्ते, यत्र तन्मैथुनं त्यजेत् ।। ७९ ।। - योगशास्त्र-प्रकाश २-७९ સ્ત્રીની યોનિરૂપ યંત્રમાં ઉત્પન્ન થયેલા અતિ બારીક જીવોના સમૂહો, જે મૈથુનસેવનથી પિલાઈને મરે છે, તે મૈથુનને ત્યજવું જોઈએ. इत्थीण जोणिमझे, गभगया चेव हुँति नवलक्खा । इक्को व दो व तिन्नि व, लक्खपुहुत्तं च उक्कोसं ।। इत्थीण जोणिमझे, हवंति बेइंदिआ असंखा य । उप्पज्जति चयंति य, समुच्छिमा तह असंखा ।। ફીસમો સમજે, તેલિ નીવાળ ત્તિ ૩૪તi | - સંતોષપ્રા . ૭૨-૭૪-૭૬) સ્ત્રીઓની યોનિમાં ગર્ભજ (મનુષ્યો) ઉત્કૃષ્ટથી નવ લાખ જીવો ઊપજે છે અર્થાતુ- એક, બે, ત્રણથી વાવ ઉત્કૃષ્ટ લક્ષપૃથકૃત્વ ઊપજે છે. તે સિવાય બેઈન્દ્રિય જીવો અસંખ્યાતા ઊપજે છે અને સંમૂર્છાિમ (મનુષ્યો, પણ અસંખ્યાતા ઊપજે છે અને મરે છે. સ્ત્રીસંભોગથી તે સર્વ જીવોનો એકીસાથે નાશ થાય છે.