Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 249
________________ ૨૨૮ સૂત્રસંવેદના-૪ પણ મારામાં હજુ સુશ્રાવકપણે પ્રગટ્યું નથી. જેના કારણે હું આલોચના નિંદા કરું છું તો પણ મારા પાપકર્મો એ પ્રકારે નાશ પામતા નથી. પ્રભુ ! આપની કૃપા વિના યોગ્યતા પણ પ્રગટતી નથી અને જેવો જોઈએ તેવો પ્રયત્ન પણ થતો નથી. આપના ચરણોમાં મસ્તક મૂકી એક પ્રાર્થના કરું છું કે પ્રભુ ! આપ મારામાં સુશ્રાવકપણું પ્રગટાવો અને મને કર્મના બંધનથી મુક્ત કરો.” અવતરણિકા : આલોચના અને નિંદા દ્વારા જેણે કર્મનાશ કર્યો છે એવા શ્રાવકની માનસિક પરિસ્થિતિનો પરિચય આ ગાથામાં દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવ્યો છે ગાથા: कयपावो वि मणुस्सो, आलोइअ निदिअ गुरु-सगासे ।। होइ अइरेग लहुओ ओहरिअ-भरु व्व भारवहो ।।४०।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ कृतपापोऽपि मनुष्यो गुरु-सकाशे आलोच्य निन्दित्वा । अपहृतभार भारवह इव अतिरेक-लघुकों भवति ॥४०।। ગાથાર્થ : કરેલા પાપવાળો મનુષ્ય, ગુરુ પાસે આલોચના, નિંદા કરીને ઉતારેલા ભારવાળા મનુષ્યની જેમ, પાપભારેથી અતિ હલકો થાય છે. વિશેષાર્થ : થપાવો વિ મજુસ્સો - જેણે પાપ કર્યા છે એવો પાપી પણ મનુષ્ય, સંસારમાં રહેલો સમ્યગુદૃષ્ટિ મનુષ્ય પાપને પાપરૂપ સમજે છે; છતાં તેનાથી પણ પાપ થઈ જાય છે, માટે તે કૃતપાપવાળો તો છે, પરંતુ તે પાપને પાપરૂપ સમજે છે. તેથી “મારાથી આ પાપ થયું છે, ક્યારે હું આ પાપથી મુક્ત થઈશ ?” આવી ચિંતાથી સતત વ્યગ્ર રહેતો હોય છે. આથી તે પાપનાશક ઉપાયો કરવામાં પણ સતત પ્રવૃત્ત રહે છે. જિજ્ઞાસા પાવો વિ મyો ' - આ પદની અંદર પાવો ભવ નીવો' એવું લીધું હોત તો બધા જીવોનો સંગ્રહ થઈ જાત છતાં મજુસ્સો શબ્દ જ કેમ મૂક્યો?

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280