Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 269
________________ ૨૪૮ સૂત્રસંવેદના-૪ વળી, ચિરકાળના અનંત આનંદને અપાવનાર, અનંત સુખના સ્થાનભૂત અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ જ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમોત્તમ છે. આ જગતમાં આનાથી ઉત્તમ બીજી કોઈ ચીજ નથી. વળી, સંસારના ભયોથી વીંટળાયેલા મને શરણ સ્વીકારવા યોગ્ય હોય તો પણ આ જ છે; કેમ કે સાચું શરણ તેને કહેવાય જેને શરણે જવાથી નિર્ભય બનાય, સુરક્ષાનો અનુભવ થાય. અરિહંત આદિ આ ઉત્તમ પુરુષોનાં સ્મરણ, ચિંતન કે ધ્યાનથી ક્લિષ્ટ કર્મોનો વિનાશ થાય છે, રાગાદિ દોષો અલ્પ અલ્પતર થતાં નાશ પામે છે, અને સાથો સાથ નિર્જરામાં સહાયક બને તેવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આથી અરિહંતાદિનું ધ્યાન કરનારની અંતરંગ અને બાહ્ય આપત્તિઓ ટળે છે, મનને નિર્ભયતાનો અનુભવ થાય છે, શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત થાય છે. આ જ કારણે આ ચાર સિવાય આ જગતમાં બીજા કોઈનું શરણ સ્વીકારવા યોગ્ય નથી.' જિજ્ઞાસાઃ ગાથામાં સુગ અને ઘમો આ બે પદ મૂક્યાં તેનાં કરતાં માત્ર થો પદ મૂક્યું હોત તો ? તેનાથી બન્ને પ્રકારના ધર્મનું ગ્રહણ થઈ શકત. - તૃપ્તિ વાત સત્ય છે, “ધખો' પદથી શ્રુત અને ચારિત્ર બંને ધર્મો ગ્રહણ કરી શકાત, આમ છતાં ગ્રંથકારે બે શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેનું કારણ એવું લાગે છે કે માત્ર શ્રુત (શાસ્ત્રજ્ઞાન) કે માત્ર ક્રિયા કલ્યાણ કરી શકતી નથી, પરંતુ શ્રત સાથે સંકળાયેલી ક્રિયા જ મોક્ષ પ્રાપ્ત કરાવી શકે છે, એ વાતને સ્પષ્ટ કરવા બન્ને પદ મૂક્યાં હશે. સમ્મદિલ્ફી લેવા હિંદુ સમદિં ર વદિ ૨ - સમ્યગ્દષ્ટિ દેવો (મને) સમાધિ અને બોધિ આપો. સારા અનુકૂળ ભાવોમાં રાગ કે ગમો નહિ, અને ખરાબ પ્રતિકૂળ ભાવોમાં વેષ કે અણગમો નહિ, તેનું નામ સમાધિ છે. વસ્તુનું યથાર્થ દર્શન કે ભગવાનના વચન 1. न ह्यतश्चतुष्टयादन्यच्छरण्यमस्ति, गुणाधिकस्य शरण्यत्वात्, गुणाधिकत्वेनैव ततो रक्षोपपत्तेः, रक्षा चेह तत्तत्स्वभावतया एवाभिध्यानतः क्लिष्टकर्मविगमेन शान्तिरिति । - રોનારત થા-૧૦ ટી જે કારણથી દુનિયામાં ભયથી પીડિત વ્યક્તિ માટે ગુણાધિકનું શરણ જ યોગ્ય છે, તે કારણથી અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ સિવાય અન્ય કોઈ શરણ કરવા યોગ્ય નથી. તેનું કારણ એ છે કે જે આત્મા ગુણથી અધિક હોય તેના જ શરણે જવા યોગ્ય છે. ગુણવાન આત્માઓનું તે તે સ્વરૂપે ધ્યાન કરવાથી પોતાના આત્માની ભયથી રક્ષા થાય છે, કેમ કે તેમનું ધ્યાન કરવાથી ક્લિષ્ટ કર્મનો નાશ થાય છે, અને ક્લિષ્ટ કર્મનો નાશ થવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે, જે વાસ્તવમાં રહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280