________________
૨૫૪
સૂત્રસંવેદના-૪
અન્વયે સહિત સંસ્કૃત છાયાઃ सर्वजीवान् क्षमयामि, सर्वे जीवा मे क्षाम्यन्तु ।
सर्वभूतेषु मे मैत्री, मम केनचित् वैरं न ।।४९।। ગાથાર્થ :
સર્વ જીવોને હું ખમાવું છું, સર્વ જીવો મને ખમાવો, સર્વ પ્રાણીઓને વિષે મને મૈત્રીભાવ છે, મારે કોઈની સાથે વૈરભાવ નથી. વિશેષાર્થ :
gોમેમિ સવ્યનીવે - સર્વ જીવોને હું ક્ષમા આપું છું.' જગવર્તી સર્વ જીવોને મનમંદિરમાં સ્થાપન કરી સાધક કહે છે કે “હે. બંધુઓ ! હું અને તમે આ જગતમાં અનંતકાળથી સાથે રહીએ છીએ, અનંતકાળથી સાથે રહેતાં ઘણીવાર જાણતાં-અજાણતાં તમારાથી મને પીડા થઈ છે, ત્રાસ થયો છે, મરણાંત ઉપસર્ગ પણ આવ્યા છે. હું સમજું છું મને જે કાંઈ પીડા વગેરે થઈ તેમાં મારું કર્મ પણ તેટલું જ જવાબદાર છે. તો પણ મોહ અને અજ્ઞાનના કારણે મેં તમોને અપરાધી માન્યા છે. ઘણીવાર તમારા પ્રત્યે શત્રુતાનો ભાવ કરી, વૈરની ગાંઠો બાંધી છે. મને ખ્યાલ છે કે તેમાં તમારો કોઈ વાંક ન હતો, વાંક તો મારા કર્મનો જ હતો, પણ.... આ વાત આજે મને સમજાઈ છે. આથી જ તમારા સર્વ અપરાધને હું ભૂલી જાઉં છું. તમારા પ્રત્યેનો વૈરભાવ હું મનમાંથી કાઢી નાંખું છું, દ્વેષભાવને કારણે થયેલા તમારા પ્રત્યેના સંકલ્પ-વિકલ્પથી મનને મુક્ત કરું છું. હવે પછી કયારેય એવું યાદ પણ નહિ કરું કે તમે મને દુઃખ આપ્યું છે, પીડા આપી છે કે મરણ સુધી પહોંચાડ્યો છે. આજથી તમારા પ્રત્યેના દ્વેષભાવ, શત્રુભાવને ભૂલી હું તમોને મિત્રરૂપે સ્વીકારું છું.” સર્વે નવા વમતુ રે - સર્વ જીવો મને ક્ષમા આપજો.
સર્વ જીવોને તેમના અપરાધ બદલ માફી આપ્યા પછી સાધક પોતે પણ સર્વ જીવો પાસેથી પોતાના અપરાધની માફી ઇચ્છે છે. તેથી તે સર્વ જીવોને ઉદ્દેશીને કહે છે કે “હે મિત્રો ! મારા જ કર્મના કારણે તમારાથી મારા પ્રત્યે જે અપરાધો થયા છે, તેની મેં તો તમોને ક્ષમા આપી દીધી છે, હું તો તે અપરાધને ભૂલી જવાં જ માંગું છું, પરંતુ મને ખ્યાલ છે મેં પણ તમારા ઘણા અપરાધો કર્યા છે. મારા સુખ ખાતર તમારા દુઃખનો કે પીડાનો કયારેય વિચાર પણ કર્યો નથી. ઘડી બે ઘડીના મારા આનંદ ખાતર મેં તમોને કાપ્યા છે, ઉકાળ્યા છે, પગ નીચે ખૂંદ્યા છે. મેં તમોને અનેક રીતે