________________
૨પર
સૂત્રસંવેદના-૪
ત્યાં જવાય નહિ, જેની-તેની સાથે બેસાય નહિ, શ્રદ્ધાને નુકસાન કરે તેવી વ્યક્તિનો સંપર્ક કરાય નહિ, કેમ કે આવી વ્યક્તિઓના સંપર્કથી ક્યારેક જિનવચનમાં અશ્રદ્ધા પ્રગટે છે અને અશ્રદ્ધાથી ક્યારેક ઉત્સુત્ર પ્રરૂપણા જેવા ભયંકર પાપની પણ સંભાવના રહે છે. વળી, એક સાધકના હૈયે પ્રગટેલી અશ્રદ્ધા અનેકની સાધનાને ડહોળવામાં નિમિત્ત બને છે. માટે આ દોષથી બચવા ગમે તેની સાથેનો સંબંધ ટાળવો જોઈએ.
૪. ત વિવરીયપરૂવVI - તથા વિપરીત પ્રરૂપણા કરી હોય તેનું પ્રતિક્રમણ કરવાનું છે.)
ભગવાન શ્રીજિનેશ્વર દેવોએ જે જે પદાર્થોનું, સિદ્ધાંતોનું, આચારમાર્ગનું, સાધનામાર્ગનું જે રીતે નિરૂપણ કર્યું છે, તેના કરતાં વિપરીત પ્રરૂપણા થઈ હોય, તેનું પ્રતિક્રમણ કરવાનું છે. •
ભગવાનના એકેક વચનના આધારે અનંતા આત્માઓ સંસારનાં દુઃખોથી પાર પામી ગયા છે. અનંતા જીવોને તારવાની શક્તિ ધરાવતા ભગવાનના વચનમાં ગરબડ કરવાથી, તે વચનના ભાવોને બદલી નાંખવાથી, અસ્થાને તેનું યોજન કરવાથી અનંતા જીવોનું હિત ઘવાય છે. ઘણા જીવો કલ્યાણકર માર્ગથી ભ્રષ્ટ થાય છે, માટે હિંસા, ચોરી આદિ સર્વ પાપોમાં ઉત્સુત્ર પ્રરૂપણા એટલે કે ભગવાનના વચનને વિપરીતરૂપે પ્રરૂપવાં, તે મોટામાં મોટું પાપ છે. તેનાથી ઉત્કૃષ્ટપણે અનંતો સંસાર પણ વધે છે. માટે પૂજ્યપાદ યોગીરાજ શ્રીઆનંદઘનજી મહારાજે કહ્યું છે કે- '
પાપ નહિ કોઈ ઉત્સુત્ર ભાષણ જિહ્યું, ધર્મ નહિ કોઈ જગ સૂત્ર સરિખો' જિજ્ઞાસા - શ્રાવકે ઉપદેશ આપવાનો નથી, તો વિપરીત પ્રરૂપણાનું પાપ તેને થવાની સંભાવના કઈ રીતે રહે ?
તૃપ્તિ - શ્રાવક ઉપદેશ ન જ આપે તેવો એકાંત નથી. ગીતાર્થ ગુરુભગવંત પાસેથી જેઓએ સૂત્ર અને અર્થનું જ્ઞાન મેળવ્યું હોય તેવા બહુશ્રુત-યોગ્ય શ્રાવકોને ગુરુએ કહેલી વાતો યોગ્ય આત્માને કહેવાનો અધિકાર છે; પરંતુ ઉપદેશ આપતાં તેઓ “પૂજ્ય ગુરુભગવંત, આમ ફરમાવે છે, તેમ જણાવે છે. ઉપદેશ આપતાં
ક્યારેય પોતાના ઘરનું કાંઈ કહેતા નથી; તો પણ ક્યારેક અજ્ઞાનથી કે ઉપયોગ શૂન્યતાથી તેમનાથી પણ ઉત્સુત્ર બોલાઈ જાય તો આ પાપની સંભાવના રહે છે. માટે શ્રાવકે આ પાપનું પ્રતિક્રમણ કરવું જોઈએ.