________________
ઉપસંહારની ધર્મારાધના
૨૫૭
વિવેચન :
વિમર્દ શાસ્ત્રો - આ પ્રમાણે = પૂર્વે બતાવ્યું એ રીતે; સમ્યફ પ્રકારે આલોચના કરીને,
આ ગાથામાં સંપૂર્ણ પ્રતિક્રમણ સૂત્રનો ઉપસંહાર કર્યો છે. તેના દ્વારા શ્રાવક જણાવે છે, “પૂર્વે સૂત્રમાં જણાવી છે એ વિધિ અનુસાર, ક્રમાદિ સાચવી ભાવપૂર્વક સમ્યગુ એટલે કે સારી રીતે આલોચના કરીને હું ચોવીસે જિનને વંદન કરું છું.”
વિવિલ - (સમ્યફ પ્રકારે) નિંદા કરીને. ‘વ્રત, નિયમ કે આચાર વિષયક જે દોષોનું મારાથી આસેવન થયું છે, તે મેં ખોટું કર્યું છે તેમ હું સ્વીકારું છું. આ પ્રકારનું જે આંતરસંવેદન તે નિંદા છે. સૂત્રમાં જણાવેલ વિધિથી નિંદા કરીને અને
દિવસ - (સમ્યગુ પ્રકારે) ગહ કરીને, ગુરુભગવંત પાસે વિશેષ પ્રકારે તેની ગર્તા કરીને અર્થાત્ “ભગવંત ! મેં આ ઘણું ખોટું કર્યું છે. આપ મને તેનું પ્રાયશ્ચિત્ત આપો અને મને શુદ્ધિનો માર્ગ દાખવો.” – ગુરુ ભગવંત સમક્ષ હૃદયપૂર્વક આ પ્રકારનાં વચન ઉચ્ચારીને,
સુશાંછિa સ - સમ્યફ પ્રકારે જુગુપ્સા કરીને,
એક વાર થયેલી ભૂલો ફરી ફરી ન થાય તે માટે તે દોષો પ્રત્યે અત્યંત અણગમો, દ્વેષ અને તીરસ્કાર પ્રગટ કરવો તે જુગુપ્સા છે. સૂત્રોનુસાર સારી રીતે જુગુપ્સા કરીને,
તિવિદ્યા પવિતો વંતામિ નિ વડેત્રીસં - મન-વચન-કાયાથી પ્રતિક્રમણ કરતો હું ચોવીશે જિનને વંદન કરું છું.
સૂત્રમાં પૂર્વે જણાવ્યા અનુસાર આલોચના, નિંદા અને ગહ કરીને, વિભાવદશામાંથી પુનઃ સ્વભાવમાં આવવા માટે, પાપથી પાછા ફરવા માટે, મનવચન અને કાયાથી પ્રતિક્રમણ કરતો, હું સંપૂર્ણ નિષ્પાપ જીવન જીવનારા તીર્થકરોને સ્મૃતિમાં લાવીને તેમને વંદન કરું છું. વંદન કરતાં મારામાં પણ તેવા ગુણો પ્રગટે તેવી ભાવના ભાવું છું.