________________
૨૫૮
સૂત્રસંવેદના-૪
- આ પદો દ્વારા ગ્રંથકારે અહીં અંતિમ મંગલ કર્યું છે. પ્રારંભમાં મંગલ વિઘ્નનાં નિવારણ દ્વારા શાસ્ત્રની નિર્વિને સમાપ્તિ માટે હોય છે. મધ્યમ મંગલ તે શાસ્ત્રોના પદાર્થોને સ્થિર કરવા માટે અને અંતિમ મંગલ શુભ કાર્યથી પ્રગટ થયેલા શુભ ભાવોને ટકાવવા માટે અને શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરામાં કે શ્રાવકની અપેક્ષાએ પુત્રપૌત્રાદિની પરંપરા સુધી શાસ્ત્રાર્થનો વિચ્છેદ ન થાય તે માટે હોય છે.
અહીં અંતિમ મંગલ દ્વારા સૂત્રકાર ઇચ્છે છે કે આ સૂત્ર દ્વારા જે જે શુભ ભાવો થયા છે તે શિષ્ય, પ્રશિષ્ય આદિની પરંપરા સુધી ટકી રહે.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે - “આ સૂત્રના સહારે તેના એક-એક પદના માધ્યમે દિવસ દરમ્યાન કરેલા પાપોની આલોચના, નિદા, ગહ અને જુગુપ્સા કરવા માટે મેં જરૂર સુંદર પ્રયત્ન કર્યો છે. તેના કારણે મન, વચન અને કાયાથી હું કાંઈક અંશે, પાપથી પાછો પણ ફર્યો છું. આ સર્વ રડો પ્રતાપ અરિહંત પરમાત્માનો છે. તેમણે પાપથી પાછા ફરવાનો આ માર્ગ મને ન બતાવ્યો હોત તો તે માટે હું પ્રયત્ન પણ કઈ રીતે કરી શકત ? અને પાપથી અટકી પણ કઈ રીતે શકત ?
ઉપકારી એ ચોવીશેય જિનેશ્વરોના ઉપકારોને યાદ કરું છું, અને ભાવપૂર્ણ હદયે તેમનાં ચરણે મસ્તક નમાવી વંદના કરું છું.”
આ સૂત્રના વાંચન પછી પ્રાંતમાં એટલો સંકલ્પ કરીએ કે સૂત્રના પૂર્ણ અર્થને સ્મૃતિમાં લાવી એ રીતે પ્રતિક્રમણ કરીએ કે પુનઃ પુનઃ પાપનું સેવન થાય નહિ, અને ઉત્તરોત્તર વિશેષ શુદ્ધિને પ્રાપ્ત કરી શીધ્ર ભાવચારિત્રને પામીએ.
2. મંચિ ત્રિવિધ કમલમ્ -
"तं मंगलमाईए माझे पजंतए य सत्थस्स । पढमं सत्थस्सविग्धपारगमणाए निद्दिष्टुं ।।१।। तस्सेवाविग्घत्थं (तस्सेव उ थिजत्थं) मज्झिमयं अंतिमं च तस्सेव अव्वोत्तिनिमित्तं सिस्सपसिस्साइवंसस्स ।।२।।
- વિશેષાવાયા . શરૂ-૨૪ શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં એમ ત્રણ પ્રકારે કરાતા મંગળનું ફળ આ પ્રમાણે છે: પ્રથમ મંગળ શાસ્ત્રની નિર્વિબે સમાપ્તિ કરવા બતાવેલું છે. મધ્યમંગળ તે શાસ્ત્રોના પદાર્થોને) સ્થિર કરવા અને અંતિમ મંગળ તે શાસ્ત્રોક્ત ભાવોની શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં અવિચ્છિન્નપણે પરંપરા ચાલે તે નિમિત્તે છે.