Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 272
________________ ઉપસંહારની ધર્મારાધના ર૫૧ ૨૫૧ વિશેષાર્થ : હવે કયા ચાર દોષોના કારણે પ્રતિક્રમણ કરવાનું છે, તે બતાવે છે– ૧. પડિસિદ્ધા રા - શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે તે કર્યું હોય, અર્થાત્ અકૃત્ય કર્યું હોય તેનું પ્રતિક્રમણ કરવાનું છે.) ભગવાન શ્રીજિનેશ્વર દેવોએ સાધકની જે કક્ષામાં જે કાંઈ પણ કરવાની ના પાડી હોય, તેવી કોઈ પણ પ્રવૃત્તિ સાધક દ્વારા થઈ હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિ કરતાં સાધકના મનમાં એ સ્પષ્ટતા હોવી જરૂરી છે કે “ભગવાન શ્રી જિનેશ્વરદેવે આ પ્રવૃત્તિ કરવાની ના તો નથી પાડી ને ? જો ભગવાન શ્રી જિનેશ્વરદેવે આ પ્રવૃત્તિ કરવાની ના પાડી હોય તો મારાથી તે ન જ કરી શકાય.” આ વિચાર ચાલુ રહે તો જ આ દોષથી બચી શકાય. ૨. વિધ્યામર સપરિમvi - કરવા યોગ્ય કૃત્ય ન કર્યું હોય, તેનું પ્રતિક્રમણ કરવાનું છે. ભગવાન શ્રીજિનેશ્વરદેવોએ સાધકની જે કક્ષામાં જે જે કર્તવ્યો કરવાનાં કહ્યાં છે, તે પૈકીનાં કોઈ પણ કર્તવ્ય ચકાયાં હોય કે પ્રમાદથી ન કર્યા હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિ કરવાના પ્રસંગે પ્રમાદ આવે તો એમ પણ થવું જ જોઈએ કે “જો ભગવાન શ્રી જિનેશ્વરદેવે મારી ભૂમિકામાં આ પ્રવૃત્તિ કરવાની કહી હોય તો તે મારે અવશ્ય કરવી જ જોઈએ, એમાં મારાથી પ્રમાદ થાય જ નહિ. જો પ્રમાદ કરીને આ કર્તવ્ય નહિ કરું, તો આજ્ઞાની વિરાધનાનું-ઉપેક્ષાનું મને પાપ લાગશે.” આવું વિચારી જે સાવધ બને તે જ આ દોષથી બચી શકે. ૩. સદા ય - અશ્રદ્ધા કરી હોય (તેનું પ્રતિક્રમણ કરવાનું છે.) ભગવાન શ્રીજિનેશ્વર દેવોએ નિરૂપેલાં-કહેલાં તત્ત્વો પ્રત્યે, તેમણે ઉપદેશેલા સાધનામાર્ગ પ્રત્યે, સમ્યગૂજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્રની સાધના પ્રત્યે અશ્રદ્ધા થઈ હોય, જેવી શ્રદ્ધા હોવી જોઈએ તેવી શ્રદ્ધા ન થઈ હોય, તો તેનું પણ પ્રતિક્રમણ કરવાનું છે. અંતઃકરણમાં પ્રત્યેક પળે એ સજાગતા રહેવી જ જોઈએ કે પરમાત્માના વચન ઉપર ક્યાંય શંકા ન થઈ જાય. પરમાત્માના વચનમાં શ્રદ્ધાને સ્થિર રાખવા જ્યાં

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280