________________
સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ
૨૩૭
શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રાયશ્ચિત્તનાં સ્થાનો અસંખ્ય છે. મનની ચંચળતાના કારણે અને પ્રમાદની બહુલતાના કારણે આમાંનાં ઘણાં સ્થાનોનું સેવન થવાની સંભાવના છે, પણ તે બધા જૈ દોષો પ્રતિક્રમણ સમયે યાદ ન પણ આવે, તેવું બની શકે. માટે કહે છે....
न य संभरिआ पडिक्कमण-काले, तं निंदे तं च गरिहामि - પ્રતિક્રમણ કરતી વખતે જે અતિચારો) યાદ ન આવ્યા હોય, તેની હું નિંદા અને ગર્યા કરું છું.
પ્રતિક્રમણના સમયમાં સૂત્રના એક એક પદના માધ્યમે અતિચારોને યાદ કરવા ખૂબ પ્રયત્ન કર્યો હોય, તો પણ મન, વચન, કાયાથી થતી સર્વ સ્થૂલ કે સૂક્ષ્મ પ્રવૃત્તિઓ, ધારણા અને સ્મૃતિની નબળાઈના કારણે સ્મરણમાં ન આવી હોય; અને તે કારણે કોઈક અતિચારોની આલોચના કરવાની રહી પણ ગઈ હોય. તે સર્વ પાપોથી શુદ્ધ થવા ઈચ્છતો શ્રાવક કહે, “ભગવંત! જે અતિચારો મને યાદ નથી, તે સર્વ અતિચારોની પણ હું નિંદા કરું છું, ગુરુ સમક્ષ તેની ગર્તા કરું છું.”
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે - “મારાં મન અને ઈન્દ્રિયો ખૂબ ચંચળ છે. તેના કારણે ક્ષણે ક્ષણે મનના પરિણામોમાં પરિવર્તનો આવે છે, જેથી વ્રતમાં નાનાં-મોટાં અનેક દૂષણો લાગ્યા કરે છે. પણ તે સર્વ દોષોની નોંધ રાખવી મારા માટે શક્ય નથી. વળી ઘણા દોષોને તો હું દોષ તરીકે સમજી પણ શક્યો નથી. તો પણ હે પ્રભુ ! મારે આવા દોષોથી મુક્ત તો થવું જ છે. રુક્મિનીની જેમ નાના દોષને છુપાવી મારે મારા ભવની પરંપરા વધારવી નથી. માટે જાણતાં-અજાણતાં, નાના-મોટા જે કોઈ દોષો થયા છે, તેની હું આત્મસાક્ષીએ નિદા કરું છું અને ભગવંત ! આપની પાસે તેની ગહ કરું છું. તેમ જ મારાં મન અને ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા યત્ન કરું છું.”
2. પાછિત્ત તારું સંવર્ગારું મા ! अणालोइअं तु इक्कं वि, ससल्लं मरणं मरई ।।
- प्रबोध टीका હે ગૌતમ!પ્રાયશ્ચિત્તનાં સ્થાનકો અસંખ્યાતાં છે, અને તેમાંથી એકની પણ આલોચના લેવી રહી ગઈ હોય તો તે જીવ શલ્ય સહિતના મૃત્યુથી મરે છે.