________________
૨૪૪
સૂત્રસંવેદના-૪
મોક્ષમાર્ગમાં બાધક નથી, માટે તેને પાપકર્મ કહેવાતું નથી; તો પણ અશાતાવેદનીયાદિ જેવા આ કર્મોના ઘણા પેટા પ્રકારો, જે મોક્ષમાર્ગમાં બાધક નથી, પરંતુ તે કર્મો જીવને દુઃખ કે પીડા થાય તેવા સંયોગો ઊભા કરે છે, માટે વ્યવહારમાં તેવાં કર્મોને પણ પાપકર્મ કહેવાય છે. સાધકને આવાં પાપકર્મને કાઢવાની ઇચ્છા નથી, છતાં ભગવાન પ્રત્યેનો આદર, તેમની કથા વગેરે, આવાં પણ પાપકર્મોનો નાશ તો કરી જ શકે છે. નવ-સી-સદસ-મદી - લાખો ભવોનો નાશ કરનારી.
ભવનો અર્થ થાય છે સંસાર, અને સંસારનો અર્થ થાય છે ચાર ગતિનું પરિભ્રમણ. આ ચાર ગતિનું પરિભ્રમણ જીવ અનંતકાળથી કરી રહ્યો છે. એક એક ગતિમાં જીવ જન્મ-મરણથી માંડી અનંતાં દુઃખોને પામી રહ્યો છે. આ ભવ અને ભવાશ્રિત દુઃખોનો નાશ કરનારી
વીસ-નિખ-વિMિWાફ - ચોવીશ જિનમાંથી નીકળેલી કથાઓ વડે તમારો દિવસ પસાર થાઓ.) *
અનાદિકાળથી જીવમાં કથાનો (વિકથાનો) રસ પડ્યો છે. આ રસને કારણે રાજ્યની, દેશની, ભોજનની, સ્ત્રીઓની, બજારની કે ખેલકૂદની કથાઓ કરી કરીને જીવે અનંતાં કર્મ બાંધ્યાં છે. પરિણામે તેણે પોતાના અનંતા ભવો વધાર્યા છે. વિકથાના રસથી કે અન્ય કોઈપણ કારણસર બાંધેલાં કર્મોને તોડવા અને ભવભ્રમણને અટકાવવા શ્રાવકને હવે ચોવીશ જિનની કથા કરવાનું મન થાય છે.
સર્વ તીર્થકરો અનંત ગુણના ધામ છે, તો પણ નજીકના કાળમાં અને આ જ ભરત ક્ષેત્રમાં થયેલા ચોવીશ તીર્થકરો આપણા સવિશેષ ઉપકારી છે. તેઓ સર્વગુણસંપન્ન છે, અને તેમના જીવનની એક-એક ઘટનાઓ, તેમના પ્રત્યેક પ્રસંગો, એકબીજા સાથે કરેલા વ્યવહારો, તેમનું સાધનાજીવન, સાધનાજીવનમાં
1. સોપક્ષત્વિનિત્તા થવા દુષ્ટવ્યા અહીં ઉપલક્ષણથી અનંતા ભવ જાણવા.- અર્થ દીપિકા, 2. ચોવીશ જિનરૂપી બીજમાંથી અંકૂરાની જેમ નીકળેલી કથાઓવડે. અહીં વિધિઅર્થાતુ વિનિત
શબ્દનો અર્થ એ રીતે થઈ શકે છે. (૧) ચોવીશ જિનના જીવન ચરિત્રો, તેમના ગુણો તેમનું નામોચ્ચાર વગેરે પણ તેમનામાંથી નીકળેલી કથા છે અને (૨) તેમના મુખમાંથી નીકળેલા વચનો
તે પણ તેમનામાંથી નીકળેલી કથા છે. આ બંને વસ્તુને લક્ષ્યમાં લઈ ઉપરનો અર્થ કર્યો છે. . થરા - નામોઝારVRUTદીના ત્રિવર્ગનારિજ્યા વનપદ્ધત્યાં કથા વડે એટલે તેનું નામોચ્ચારણ તેમના ગુણોનું કીર્તન, તેમના ચારિત્રનું વર્ણન આદિ વચન પદ્ધતિ વડે.