________________
૨૩૬
સૂત્રસંવેદના-૪
અવતરણિકા :
પ્રતિક્રમણનો મહિમા જણાવી, હવે જે અતિચારો પ્રતિક્રમણ કરતાં સ્મરણમાં નથી આવ્યા, તેની નિંદા, ગહ કરતાં જણાવે છે- '
ગાથા :
आलोअणा बहुविहा, न य संभरिआ पडिक्कमण-काले ।
मूलगुण-उत्तरगुणे, तं निंदे तं च गरिहामि ।।४२।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
मूलगुणे-उत्तरगुणे, आलोचना बहुविधा । प्रतिक्रमण-काले न संस्मृता, तां मिन्दामि तां च गहें ।।४२॥ . . ગાથાર્થ :
પાંચ મૂળગુણ અને સાત ઉત્તરગુણના (૧૨ વ્રતના) વિષયમાં આલોચના અનેક પ્રકારની હોય છે, અને તેથી પ્રતિક્રમણ વખતે (ઉપયોગ આપવા છતાં) જે આલોચના યાદ ન આવી હોય, તેની હું નિંદા અને ગહ કરું છું. વિવેચન :
મૂજ-૩૨ગાત્રોમ વહુવિદા - મૂળગુણ અને ઉત્તરગુણને વિષે ઘણા પ્રકારની આલોચના' (અતિચાર) છે.
મૂળગુણ એટલે પાંચ અણુવ્રત, અને ઉત્તરગુણ એટલે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. આ બાર વ્રતો વિષયક સામાન્યથી ૧૨૪ અતિચારોની આલોચના પૂર્વની ગાથાઓ દ્વારા કરી છે; તોપણ એકેક વ્રતવિષયક અસંખ્ય અતિચારો છે.
1. “આલોચના' શબ્દનો સામાન્ય અર્થ ગુરુસમક્ષ “સ્વદોષની પ્રકાશના' થાય છે, પરંતુ અહીં
આલોચના' શબ્દનો અર્થ કારણમાં કાર્યનો ઉપચાર કરીને “અતિચાર' કર્યો છે. અતિચાર કારણ છે, આલોચના કાર્ય છે, તોપણ કાર્યરૂપ આલોચનામાં કારણરૂપ અતિચારનો ઉપચાર કરી, તેને અહીં ‘આલોચના” શબ્દથી સૂચિત કરેલ છે.