________________
૨૪૦
સત્રસંવેદના-૪
વિરાધનાનો અર્થ છે વ્રતની ખંડના, વ્રતનો સ્વીકાર કર્યા પછી તેમાં થતા નાનામોટા દોષો. આ દોષોથી અટક્યા વિના સુંદર આરાધના શકય નથી, માટે શ્રાવક પુનઃ સંકલ્પ કરે છે કે “હું વિરાધનાથી વિરામ પામું છું, અને આરાધના કરવા માટે, મન, વચન, કાયા દ્વારા પાપ વૃત્તિથી પાછો ફરેલો ચોવીસે જિનને વંદન કરું છું.”
આ રીતે આ ગાથામાં શ્રાવકે જણાવ્યું કે સર્વ પ્રકારના પાપનું પ્રતિક્રમણ કર્યા પછી હવે મારી ભાવના આરાધના કરવાની છે. આરાધના પણ હું જેમ તેમ કરવા નથી માંગતો; પરંતુ, પ્રમાદાદિ દોષોને ટાળી, તીવ્ર સંવેગ અને નિર્વેદપૂર્વક કરવા માંગું છું; કેમ કે આ રીતે આરાધના થાય તો જ કર્મોનો નાશ કરી, મોક્ષ સુધી પહોંચી શકાય.
આવી આરાધના કરવાની મારી તીવ્ર ભાવના છે, છતાં હું સમજું છું કે જીવનમાં વિરાધનાઓ ચાલુ હશે તો ક્યારેય આરાધના સમ્યગુ થઈ શકવાની નથી. આ કારણથી હું વિરાધનાથી વિરામ પામું છું. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની વિરાધના ન થઈ જાય અર્થાત્ મારા જીવનમાં કોઈ દોષનો ડાઘ ન લાગી જાય તે માટે સતત સજાગ બનું છું.
વળી હું સમજું છું આરાધનાનો માર્ગ કંટકાકીર્ણ છે. આ માર્ગમાં ચાલતાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અનેક પ્રકારનાં વિઘ્નોની સંભાવના છે. આ વિદ્ગોના સમૂહને વિદારવા અને અણીશુદ્ધ આરાધનાના માર્ગે આગળ વધવા મન-વચન-કાયાથી પાપનું પ્રતિક્રમણ કરી, હું ચોવીશ જિનને વંદના કરવારૂપ, મંગલાચરણ કરું છું. માનું છું, મારી આ મંગળક્રિયા આરાધનામાં આગળ વધવામાં મને સહાય કરશે.
આ ગાથામાં ‘ભુમિ નિ મારા પાણ' આ પદ દ્વારા વર્તમાનમાં નિરતિચાર વ્રતપાલન માટે હું તત્પર બન્યો છું, “વિર નિ વિરહિVIE' આ પદ દ્વારા ભવિષ્યમાં પાપ ન થાય તે માટે સાવધ બન્યો છું, અને “નિવિદા પરિક્ષત' આ પદ દ્વારા ભૂતકાળમાં થયેલાં પાપોથી પાછો વળ્યો છું. આમ જણાવી ત્રણે કાળ સંબંધી વ્રતપાલનની સાવધાની વ્યક્ત કરવામાં આવી છે.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
“જેમના પ્રભાવથી હું ઘર્મની આરાધનામાં જોડાયો અને થયેલાં દુષ્કર્મોનો પશ્ચાત્તાપ કરી આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરવાનો શ્રેયકારી સંયોગ મને પ્રાપ્ત થયો, તે અનંતગુણસંપન્ન દેવાધિદેવનાં ચરણોમાં બે હાથ જોડી, મસ્તક નમાવી હું વંદના કરું છું, અને તેમના જેવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરું છું.” આ રીતે આરાધનાની શરૂઆત કરતાં પહેલાં ચોવીસ જિનને વંદના કરી, અહીં મધ્યમ મંગલાચરણ પણ કરવામાં આવ્યું છે.